મહેન્દ્ર ધોનીએ ઘણા મહત્ત્વના નિર્ણય લીધા છે, રિટાયરમેન્ટનો નિર્ણય તેના પર છોડી દો : ધવન

નવી દિલ્હી | Sep 29, 2019, 09:11 IST

ધોનીનાં વખાણ કરતાં ધવને વધુમાં કહ્યું હતું કે ‘ધોની એક સારો લીડર છે. તેને ખબર છે કયા પ્લેયરમાં શું ખાસિયત છે અને ક્યારે તેનો લાભ લેવાનો છે

એમ એસ ધોની
એમ એસ ધોની

છેલ્લા ઘણા સમયથી મહેન્દ્ર સિંહ ધોનીની રિટાયરમેન્ટને લઈને અલગ-અલગ વાતો ચાલી રહી છે. એવામાં રજત શર્માના પ્રસિદ્ધ શો ‘આપ કી અદાલત’માં શિખર ધવને હાજરપી આપી હતી, જ્યાં તેણે ધોનીની રિટાયરમેન્ટ વિશે પોતાના વિચાર રજૂ કર્યા હતા. ધોનીના રિટાયરમેન્ટ વિશે વાત કરતાં શિખર ધવને કહ્યું હતું કે ‘મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાના સફળ ક્રિકેટરોમાંનો એક છે. તેણે પહેલાં પણ ટીમ માટે ઘણા મહત્ત્વના નિર્ણય લીધા છે માટે રિટાયરમેન્ટનો નિર્ણય પણ તેના પર જ છોડી દેવો જોઈએ. મેં અને કોહલીએ પોતાની કરીઅરની શરૂઆત ધોનીની કૅપ્ટનશિપ હેઠળ જ કરી હતી. મને ખાતરી છે કે તે સાચા સમયે રિટાયરમેન્ટનો નિર્ણય લઈ લેશે.’

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

ધોનીનાં વખાણ કરતાં ધવને વધુમાં કહ્યું હતું કે ‘ધોની એક સારો લીડર છે. તેને ખબર છે કયા પ્લેયરમાં શું ખાસિયત છે અને ક્યારે તેનો લાભ લેવાનો છે. આજની તારીખમાં પણ કોહલી કૅપ્ટન બન્યા પછી ઘણી વાર ધોનીની સલાહ લે છે જે ટીમ માટે ફાયદાકારક રહ્યું છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK