શિખર ફ્રીલી રમે છે અને રોહિતને સમય આપે છે : ઇરફાન પઠાણ

Published: Jun 30, 2020, 15:42 IST | Agencies | New Delhi

ભૂતપૂર્વ ઇન્ડિયન ઑલરાઉન્ડર ઇરફાન પઠાણનું કહેવું છે કે રોહિત શર્મા અને શિખર ધવન બન્ને વચ્ચે તાલમેલ ખૂબ અદ્ભુત છે. તેઓ બન્ને એકબીજાની ખામી અને ખૂબી સારી રીતે જાણે છે અને એથી જ તેઓ સફળ છે.

ઇરફાન પઠાણ
ઇરફાન પઠાણ

ભૂતપૂર્વ ઇન્ડિયન ઑલરાઉન્ડર ઇરફાન પઠાણનું કહેવું છે કે રોહિત શર્મા અને શિખર ધવન બન્ને વચ્ચે તાલમેલ ખૂબ અદ્ભુત છે. તેઓ બન્ને એકબીજાની ખામી અને ખૂબી સારી રીતે જાણે છે અને એથી જ તેઓ સફળ છે. સચિન તેન્ડુલકર અને સૌરવ ગાંગુલીની જોડી બાદ શિખર ધવન અને રોહિત શર્માની જોડીનું નામ લેવામાં આવે છે. આ વિશે વાત કરતાં ઇરફાન પઠાણે કહ્યું કે ‘આપણે જાણીએ છીએ કે શિખર ખૂબ ફ્રીલી રમે છે. તે રોહિતને સમય આપે છે. આપણે બધા જાણીએ છીએ કે રોહિત કેટલો જલદી ગેમ બદલી નાખે છે, પરંતુ તેને સેટ થતાં સમય લાગે છે. ક્રિકેટમાં સામા પક્ષે તમારી ખામી અને ખૂબીને સારી રીતે સમજનાર વ્યક્તિની જરૂર હોય છે. શિખરને ખબર છે કે રોહિતને શરૂઆતની કેટલીક ઓવર સેટ થવા માટે જોઈએ છે એથી શરૂઆતની ઓવરમાં તે ગેમનો ચાર્જ સંભાળે છે અને આથી જ તેઓ બન્ને સફળ છે. સ્પિનર આવે અને રોહિત સેટ થઈ ગયો હોય તો તે શિખર પાસેથી પ્રેશર લઈ લે છે અને ગેમની કમાન પોતે સંભાળે છે. તેમની વચ્ચેનો તાલમેલ સારો હોવાથી આટલાં વર્ષોથી તેઓ સાથે રમતા આવ્યા છે અને સફળ રહ્યા છે.’ 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK