World Cup: શિખર વગર જ રમશે ભારતીય ટીમ, રિષભની ટીમમાં એન્ટ્રી

Updated: Jun 19, 2019, 16:46 IST

ભારતીય સ્ટાર ઓપનર શિખર ધવન વર્લ્ડ કપ 2019 ટુર્નામેન્ટમાંથી બહાર થયો છે. મેડિકલ રિપોર્ટમાં આવ્યા પછી સપષ્ટ થયું છે કે, શિખર ધવન વર્લ્ડ કપમાં રમી શકશે નહી.

શિખર વગર જ રમશે ભારતીય ટીમ
શિખર વગર જ રમશે ભારતીય ટીમ

ભારતીય સ્ટાર ઓપનર શિખર ધવન વર્લ્ડ કપ 2019 ટુર્નામેન્ટમાંથી બહાર થયો છે. મેડિકલ રિપોર્ટમાં આવ્યા પછી સપષ્ટ થયું છે કે, શિખર ધવન વર્લ્ડ કપમાં રમી શકશે નહી. શિખર ધવનના મેડિકલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે શિખર ધવનની ઈજા વર્લ્ડ કપ સુધી રિકવર થઈ શકે તેમ નથી જેના કારણે શિખર ધવન વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાંથી બહાર થયા છે. શિખર ધવનની જગ્યાએ રિષભ પંતને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

વર્લ્ડ કપ ભારતની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શિખર ધવન પેટ કમિન્સના બોલ પર ઈજાગ્રસ્ત થયો હતો. પેટ કમિન્સની બોલ શિખર ધવનના ડાબા હાથના અંગૂઠા પર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત હોવાના કારણે શિખર ધવન મેચમાં ફિલ્ડીંગ કરવા પણ ઉતર્યા હતા નહી. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શિખર ધવને 109 બોલમાં 117 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. મેચ પછી શિખર ધવનના એક્સ-રેમાં ફ્રેક્ચર આવ્યું હતુ નહી જો કે સિટી સ્કેનમાં સ્પષ્ટ થઈ ગયું છે કે, ધવનને હેરલાઈન ફ્રેકચર છે. મેડિકલ રિપોર્ટ અનુસાર પહેલા શિખર ધવન 3 અઠવાડિયા માટે રમી શકશે નહી જો કે હવે સ્પષ્ટ થયું હતું કે, શિખર ધવન વર્લ્ડ કપ સુધી ફિટ થઈ શકશે નહી જેના કારણે તેમને ટીમ ઈન્ડિયામાંથી બહાર થવુ પડ્યું છે.

આ પણ વાંચો: એક મેચ એવી, જેમાં 1 રનમાં ઓલ આઉટ થઈ ગઈ આખી ટીમ

વર્લ્ડ કપમાં શિખર ધવનના ઈજાગ્રસ્ત થતા રિષભ પંતને ઈંગ્લેન્ડ બોલાવવામાં આવ્યો હતો. શિખર ધવનના સ્થાન રિષભ પંતને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. રિષભ પંત ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા જ ભારતીય ટીમ સાથે જોડાઈ ગયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK