શિખર ધવનને ગળા પર વાગ્યો બોલ તો તરત જ કહ્યું...

Published: Sep 08, 2019, 19:21 IST | મુંબઈ

આ વન ડે સિરીઝની છેલ્લી મેચમાં શિખર ધવનને ગળા પર બોલ વાગ્યો. જ્યારે મેચમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ ચાલી રહી રહી, ત્યારે ત્રીજી ઓવરમાં આ ઘટના બની.

ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન શિખર ધવન હાલ સાઉધ આફ્રિકા એ સામેની બે વન ડે મેચમાં રમ્યા. શિખર ધવને ટીમ ઈન્ડિયા એ વતી આ બંને વન ડે રમી. આ વન ડે સિરીઝની છેલ્લી મેચમાં શિખર ધવનને ગળા પર બોલ વાગ્યો. જ્યારે મેચમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ ચાલી રહી રહી, ત્યારે ત્રીજી ઓવરમાં આ ઘટના બની. ધવન આ ઓવરમાં બ્યૂરેન હેન્ડ્રિક્સનો સામનો કરી રહ્યા હતા. હેન્ડ્રિક્સના જે બોલ પર ધવનને ઈજા પહોંચી, તે બોલને તે સ્કૂપ કરવા ઈચ્છતા હતા. પરંતુ બોલરે ધવનને શોર્ટ બોલ નાખ્યો. ધવનને આ વાતનો બિલકુલ ખ્યાલ નહોતો કે હેન્ડ્રિક્સ શોર્ટ બોલ નાખશે.

ધવન પહેલા જ બોલની સાામે આવી ચૂક્યા હતા, એટલે હવે શું કરવું તેની મૂંઝવણ હતી. જો કે તેમણે બોલથી બચવાની કોશિશ કરી, પરંતુ આવું કરવામાં સફળ ન રહ્યા. આખરે બોલ તેમના ગળા પર વાગ્યો અને શિખર ધવનને ઈજા પહોંચી. બાદમાં ફીઝિયો મેદાન પર આવ્યા અને ધવનની સારવાર કરી. ધવન ફિટ થઈ ગયા અને બેટિંગ ચાલુ રાખી. આ મેચમાં ધવને 36 બોલમાં 5 ફોર અને 4 સિક્સર્સ સાતે 51 રન બનાવ્યા. તો સંજુ સેમસને 48 બોલમાં 91 રન બનાવ્યા. વરસાદ વચ્ચે આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 200થી વધુ રન બનાવ્યા. સંજુ અને ધવને આ મેચમાં બીજી વિકેટ માટે 135 રનની પાર્ટનરશિપ કરી હતી.

શિખર ધવને આ ઘટનાનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.

 
 
 
View this post on Instagram

We fall, we break, we fail... But then... WE RISE, WE HEAL, WE OVERCOME.

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) onSep 6, 2019 at 9:31am PDT

આ વીડિયો શૅર કર્યા બાદ સંજુ સેમસને તેનો જવાબ આપ્યો અને કહ્યું કે ઈજા થયા બાદ ધવને તેને શું કહ્યું હતું. સંજુએ કહ્યું કે બોલ ધવનના ગળા પર વાગ્યો તો તેણે મને કહ્યું કો બોલ તૂટી ગયો હશે. બાદમાં સંજુએ પણ જવાબમાં કહ્યું તમારી સાથે બેટિંગ કરવાની ખૂબ મજા પડી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK