ધવન-રોહિતએ વર્લ્ડ કપમાં ગિલક્રિસ્ટ-મેથ્યું હેડનના આ રેકોર્ડની બરોબરી કરી

ઓવલ | Jun 09, 2019, 20:02 IST

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. જેમાં ભારતે પહેલી આફ્રિકા સામે જીત્યા બાદ બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પણ સારી શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અનેક રેકોર્ડ નોંધાયા હતા.

ધવન-રોહિતએ વર્લ્ડ કપમાં ગિલક્રિસ્ટ-મેથ્યું હેડનના આ રેકોર્ડની બરોબરી કરી
રોહિત શર્મા & શિખર ધવન (PC : BCCI)

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. જેમાં ભારતે પહેલી આફ્રિકા સામે જીત્યા બાદ બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પણ સારી શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અનેક રેકોર્ડ નોંધાયા હતા. જેમાનો એક રેકોર્ડ ઓપનીંગ જોડી ધોવન અને રોહિત શર્માના નામે હતો. આ ઓપનીંગ જોડીએ ઓસ્ટ્રેલિયાની ઓપનીંગ જોડી ગિલક્રિસ્ટ અને હેડનનો રેકોર્ડની બરોબરી કરી લીધી છે.

Shikhar Dhawan (PC : BCCI)

ગિલક્રિસ્ટ-હેડનના રેકોર્ડની બરોબરી કરી
વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી શિખર ધવન અને રોહિત શર્માએ મેથ્યૂ હેડન અને એડમ ગિલક્રિસ્ટના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં આ બંન્નેએ ઓપનિંગ વિકેટ માટે 16મી સદીની ભાગીદારી કરી છે. મેથ્યૂ હેડન અને એડમ ગિલક્રિસ્ટની પૂર્વ ઓપનિંગ જોડીએ પણ વનડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માટે 16 વખત સદીની ભાગીદારી કરી હતી.

આ રેકોર્ડમાં સચીન-ગાંગુલી પહેલા સ્થાને છે
આ રેકોર્ડની વાત કરીએ તો ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને પુર્વ સુકાની સૌરવ ગાંગુલીની પૂર્વ ભારતીય ઓપનિંગ જોડી વિશ્વમાં પ્રથમ સ્થાન પર છે. આ બંન્નેએ વન ડે ક્રિકેટમાં કુલ 21 વખત સદીની ભાગીદારી કરી છે. ત્યાર બાદ રોહિત શર્મા-શિખર ધવન અને એડમ ગિલક્રિસ્ટ-મેથ્યૂ હેડનની ઓપનિંગ જોડીનો નંબર આવે છે. બંન્નેએ 16-16 વખત આ સિદ્ધિ હાસિલ મેળવી છે.રોહિત-ધવને કરી હેડન-ગિલક્રિસ્ટના વિશ્વ કપ રેકોર્ડની બરાબરી
આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં વધુ એક સદીની ભાગીદારી કરતા શિખર અને રોહિતની જોડી વનડે ક્રિકેટ ઈતિહાસમાં બીજી સૌથી સફળ ઓપનિંગ જોડી બની જશે. જો વાત આઈસીસી વિશ્વકપની કરીએ તો તેમાં શિખર અને રોહિતની જોડીએ ગિલક્રિસ્ટ-હેડનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ બંન્ને ઓપનિંગ જોડીએ વિશ્વકપમાં ઓપનિંગ વિકેટ માટે અત્યાર સુધી 6-6 સદીની ભાગીદારી કરી છે. વિશ્વકપમાં તિલકરત્ને દિલશાન-કુમાર સાંગાકારાની શ્રીલંકન ઓપનિંગ જોડીએ 5 અને હર્શલ ગિબ્સ-ગૈરી કર્સ્ટનની આફ્રિકાની ઓપનિંગ જોડીએ 4 વખત ઓપનિંગ વિકેટ માટે સદીની ભાગીદારી કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK