શેફાલી વર્મા ગર્વથી માથું ઊંચું કરી શકે છે : સ્મૃતિ મંધાના

Published: Mar 09, 2020, 16:48 IST | Mumbai Desk

સમગ્ર ટુર્નામેન્ટમાં જબરદસ્ત પર્ફોર્મન્સ આપનાર શેફાલી વર્મા માત્ર બે રને આઉટ થઈ હતી. જોકે તેની સાથે ઓપનિંગ કરવા આવેલી અનુભવી પ્લેયર સ્મૃતિ મંધાનાનું કહેવું છે કે મૅચ બાદ રડી રહેલી શેફાલી પોતાનું માથું ગર્વથી ઊંચું કરી શકશે.

સ્મૃતિ મંધના
સ્મૃતિ મંધના

વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતની ધાકડ પ્લેયર શેફાલી વર્માની પહેલી જ ઓવરમાં વિકેટ પડતાં ભારતીય ટીમની કરોડરજ્જુ પર જાણે જોરદાર ફટકો લાગ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટમાં જબરદસ્ત પર્ફોર્મન્સ આપનાર શેફાલી વર્મા માત્ર બે રને આઉટ થઈ હતી. જોકે તેની સાથે ઓપનિંગ કરવા આવેલી અનુભવી પ્લેયર સ્મૃતિ મંધાનાનું કહેવું છે કે મૅચ બાદ રડી રહેલી શેફાલી પોતાનું માથું ગર્વથી ઊંચું કરી શકશે. 

આ વિશે વિગતવાર વાત કરતાં સ્મૃતિએ કહ્યું કે ‘જ્યારે અમે મેડલ પ્રાપ્ત કર્યા ત્યારે સાથે જ ઊભાં હતાં. તેની આંખોમાં પાણી હતાં. મેં તેને કહ્યું કે જે પ્રમાણે તું આ કૅમ્પેનમાં રમી છે એ ખરેખર લાજવાબ છે અને એ માટે અમને તારા પર ગર્વ છે. જ્યારે ૧૬ વર્ષે હું મારો પહેલો વર્લ્ડ કપ રમી હતી ત્યારે હું તેના શૉટના ૨૦ ટકા જેટલા શૉટ પણ નહોતી મારી શકતી. અમને તેના પર ગર્વ છે, પણ જે પ્રમાણે તે આઉટ થઈ એનાથી તે ઘણી અપસેટ થઈ ગઈ હતી. તે પોતે કઈ રીતે વધારે પોતાનું બેસ્ટ આપી શકે છે એ વિચારવા માંડી છે. મારા ખ્યાલથી તેને થોડો સમય એકલી છોડી દેવી જોઈએ. મારા મતે આ આત્મનિરીક્ષણ કરવાનો સમય છે, કેમ કે નિષ્ફળતા તમને સફળતા કરતાં ઘણું વધારે શીખવે છે. આગામી વર્ષોમાં ટીમ કેવી રીતે પોતાને બેસ્ટ બનાવી શકે છે એ માટે સાથે મળીને વિચાર કરવાનો રહેશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK