ઝહીર ઍન્ડ કંપનીને માર્શનો પડકાર

Published: Dec 23, 2011, 06:47 IST

ઓપનરે બિગ બૅશમાં પાંચ સિક્સર અને નવ ફોર સાથે મૅચવિનિંગ અણનમ ૯૯ રન ફટકારી દીધામેલબૉર્ન: મેલબૉર્નમાં સોમવારે ભારત સામે શરૂ થતી પ્રથમ ટેસ્ટમૅચ (સ્ટાર ક્રિકેટ પર સવારે ૫.૦૦)માં વનડાઉનમાં રમનાર શૉન માર્શે ગઈ કાલે એ મૅચ માટેનો દાવો ઑર મજબૂત કરી લીધો હતો. તેણે બિગ બૅશ T20 ટુર્નામેન્ટમાં મેલબૉર્ન રેનિગેડ્સ (૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૮૮) સામેની મૅચમાં પર્થ સ્કૉર્ચર્સ (૧૯.૨ ઓવરમાં બે વિકેટે ૧૯૨) વતી રમીને બાવન બૉલમાં અણનમ ૯૯ રન બનાવ્યા હતા. તેણે પાંચ સિક્સર અને નવ ફોર ફટકારી હતી. તેનો ભાઈ મિચલ માર્શ તેની સાથેની જોડીમાં રમ્યો હતો, પરંતુ માત્ર ૧૮ રન બનાવી શક્યો હતો. હર્શેલ ગિબ્સે ૫૭ રન બનાવ્યા હતા. મેલબૉર્ન રેનિગેડ્સના આફ્રિદી, રઝાક, ટેઇટને વિકેટ નહોતી મળી.
Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK