સિડની ટેસ્ટ શરૂ થતાં પહેલાં ટીમ ઇન્ડિયાની ઉમેશ યાદવના રૂપે વિકેટ પડી ગઈ છે. બીજી ટેસ્ટ મૅચ દરમ્યાન ઈજાગ્રસ્ત થયો હોવાને લીધે ઉમેશ યાદવ ચાલુ મૅચમાંથી બહાર ગયો હતો. હવે સાતમી જાન્યુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મૅચ માટે ટીમ ઇન્ડિયા ટી. નટરાજન કરતાં શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરી શકે છે.
ઉમેશ યાદવ
પ્રાપ્ત સમાચાર મુજબ સિરીઝમાંથી બહાર થતો ઉમેશ ચોથી ટેસ્ટ મૅચ પણ નહીં રમી શકે અને રીહૅબિલિટેશન માટે ભારત પાછો આવશે. વળી ટી. નટરાજનના અદ્ભુત પ્રદર્શનથી સૌકોઈ ખુશ છે, પણ તે માત્ર એક જ ફર્સ્ટ ક્લાસ મૅચ રમ્યો હોવાને લીધે ટીમ માટે શાર્દુલ ઠાકુર એક સારો વિકલ્પ રહી શકશે, જે મુંબઈ માટે ઘણી સ્થાનિક ક્રિકેટ રમ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પોતાની પહેલી ટેસ્ટ વખતે ઈજાગ્રસ્ત થતાં શાર્દુલ એક પણ ઓવર નાખ્યા વગર ટીમમાંથી બહાર થઈ ગયો હતો. પ્લેઇંગ ઇલેવનમાં તે ઉમેશ યાદવની જગ્યા લઈ શકે છે. જોકે આ બાબતે અંતિમ નિર્ણય કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ-કોચ ભરત અરુણ અને કૅપ્ટન અજિંક્ય રહાણે સિડની પહોંચ્યા બાદ લેશે.
Ind vs Aus: ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં, બ્રિસબેન ટેસ્ટ પહેલા 4 ઝડપી બોલર્સ બહાર
12th January, 2021 15:01 ISTઈજાગ્રસ્ત ઉમેશ અને શમીના સ્થાને રમશે નટરાજન અને શાર્દુલ
2nd January, 2021 10:57 ISTવિરાટ કોહલી પહેલા આ ભારતીય બૉલર બન્યો પિતા, દીકરીનો થયો જન્મ
1st January, 2021 16:49 ISTપ્રૅક્ટિસ મૅચઃ ઉમેશની ત્રણ વિકેટ, કૅમેરુન ગ્રીને સદી ફટકારી
8th December, 2020 15:22 IST