ટેનિસની નંબર વન ખેલાડી બનવાનું મારિયા શારાપોવાનું સપનું રોળાયું

Published: Oct 24, 2014, 06:34 IST

આ વર્ષનો અંત પ્રથમ વખત નંબર વન મહિલા ટેનિસખેલાડી તરીકે કરવાનું મારિયા શારાપોવાનું સપનું ગઈ કાલે રોળાઈ ગયું હતું રશિયન ખેલાડીને સિંગાપોરમાં રમાતી WTA ફાઇનલમાં પેટ્રા ક્વોટોવાએ ૬-૩, ૬-૨થી હરાવી હતી.


બુધવારે સેરેના વિલિયમ્સને પણ સિમોના હાલેપે ૬-૦, ૬-૨થી હરાવીને મોટો અપસેટ સરજ્યો હતો. જોકે ગઈ કાલે રમાયેલી મૅચમાં સેરેના વિલિયમ્સે કૅનેડાની યુઝીન બાઉચર્ડર્‍ને ૬-૧, ૬-૨થી હરાવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK