ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)માં આ સિઝનમાં પહેલીવાર એવું થયું કે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પ્લેઓફમાં સ્થાન બનાવી શકી નહીં. તેમ જ હજી એક દુખી સમાચાર એ આવ્યા કે ટીમનો ઓલરાઉન્ડર શેન વોટસને આઈપીએલમાંથી રિટાયરમેન્ટ લીધી છે. તેમ જ તેણે પોતાના ફેન્સ માટે એક ભાવુક વીડિયો રેકોર્ડ કર્યો હતો.
વોટ્સને રવિવારે કિંગ્સ ઈલેવન પંજાબની સામે પોતાની ટીમની સિઝનની અંતિમ લીગ મેચ બાદ ફ્રેન્ચાઈઝી ક્રિકેટથી સંન્યાસનું એલાન કર્યું હતું. તેણે CSKના પોતાના સાથીઓને કહ્યું કે, તે તમામ ફોર્મેટથી સંન્યાસ લઈ લેશે. જો કે, તે આ મેચમાં પ્લેઈગ ઈલેવનનો ભાગ ન હતો. જે બાદ તેણે પોતાના ફેન્સ માટે એક ભાવુક વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં વોટ્સને પોતાના ફેન્સનો આભાર માન્યો હતો.
"I'm just so grateful, the last three years have been one of the highlights of my career." Watto's farewell message to the super fans. #ThankYouWattoMan 🦁💛@ShaneRWatson33 #WhistlePodu #Yellove pic.twitter.com/NYppMFbOJM
— Chennai Super Kings (@ChennaiIPL) November 3, 2020
વોટ્સને કહ્યું કે, તેણે પોતાના 20 વર્ષના કેરિયપની પ્રત્યેક ક્ષણનો ભરપૂર આનંદ લીધો અને તેણે જે સપનું જોયું હતું તે સાકાર કરવા માટે પોતાને ભાગ્યશાળી માને છે. પોતાની રિટાયરમેન્ટ સ્પીચમાં શેન વોટ્સને કહ્યું કે, અંતિમ 3 વર્ષ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમાયેલ તેના કેરિયરનો સૌથી શાનદાર સમય રહ્યો હતો. જેને તે ક્યારેય ભૂલી નહીં શકે. વોટ્સને કહ્યું કે, મને CSK તરફથી રમતાં તમે લોકોએ જે પ્રેમ આપ્ય છે તેને હંમેશા હું યાદ રાખીશ અને તેના માટે પોતાને કિસ્મતવાળો માનું છું. આ ક્ષણ મારા માટે ખુબ જ ભાવનાઓથી ભરેલું છે.