સુરેશ રૈનાને રિપ્લેસ કરવો ખૂબ મુશ્કેલ છે : શેન વૉટ્સન

Published: Sep 12, 2020, 11:48 IST | IANS | Mumbai

વૉટસનનું માનવું છે કે ચેન્નઈ સુપર કિંગ્સના મહત્ત્વના પ્લેયરની કમી મુરલી વિજય પૂરી કરી શકે છે

શૅન વૉટ્સન
શૅન વૉટ્સન

 ઇન્ડિયન પ્રીમિયર લીગની ચેન્નઈ સુપર કિંગ્સના શેન વૉટ્સનનું કહેવું છે કે સુરેશ રૈનાને રિપ્લેસ કરવો ખૂબ મુશ્કેલ છે. આ વર્ષે હરભજન સિંહ અને સુરેશ રૈના ટીમમાં રમતા જોવા નહીં મળે. બન્નેએ પર્સનલ કારણસર મૅચ નહીં રમવાની વાત કહી હતી. જોકે એક ચર્ચા એવી પણ છે કે સુરેશ રૈનાને હોટેલની રૂમ ગમી નહોતી અને એમાંથી વાત બગડતાં તે દુબઈથી ભારત આવી ગયો હતો. સુરેશ રૈનાની ગેરહાજરી તેની ટીમને નડી શકે છે. સુરેશ રૈના વિશે વાત કરતાં શેન વૉટ્સને કહ્યું કે ‘રૈના અને હરભજનની કમી અમને વર્તાશે. ચેન્નઈ સુપર કિંગ્સની સારી વાત એ છે કે તેમના દરેક પ્લેયર અનુભવી છે અને ખરું કહું તો સુરેશ રૈનાને રિપ્લેસ કરવો અઘરો છે. આ ઘણું અઘરું છે, તમે ન કરી શકો. આઇપીએલના ઇતિહાસમાં સર્વાધિક રન કરનાર તે બીજા નંબરનો પ્લેયર છે. લેફ્ટ, રાઇટ અને સેન્ટરમાં બધે તેના રેકૉર્ડ છે. અમે તેને ઘણો યાદ કરીશું. યુએઈનું વાતાવરણ ગરમ છે અને એને લીધે વિકેટ સુકાઈ જવાની સંભાવના વધારે છે. રૈના આવી પરિસ્થિતિમાં ઘણું સારું રમી શકે છે. મને લાગે છે કે સુરેશ રૈનાની કમી મુરલી વિજય પૂરી કરી શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ટી૨૦ ક્રિકેટમાં તેને સારી તક મળી છે. તે ખરેખર સારો બૅટ્સમૅન છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK