વોર્ન-હર્લીની સગાઈ : વોર્ને પહેરાવી 23 લાખ રૂપિયાની રિંગ

Published: 3rd October, 2011 21:14 IST

લંડન : ૪૨ વર્ષના ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વૉર્ન અને ૪૬ વર્ષની બ્રિટિશ-ઍક્ટ્રેસ એલિઝાબેથ હર્લી ઉર્ફે લિઝ હર્લીએ ૧૦ મહિનાના રોમૅન્સ બાદ છેવટે શનિવારે રાત્રે સ્કૉટલૅન્ડમાં સગાઈ કરી લીધી હતી. વૉર્ન એ દિવસે એક ગૉલ્ફ ટુર્નામેન્ટમાં રમ્યો હતો અને ત્યાર બાદ તેણે લિઝ હર્લી સાથેના ડિનર બાદ તેને અચાનક પ્રપોઝ કર્યું હતું જેનો લિઝે સ્વીકાર કરી લીધો હતો.

 

ઑસ્ટ્રેલિયન ક્રિકેટર અને બ્રિટિશ ઍક્ટ્રેસે સ્કૉટલૅન્ડની આલીશાન હોટેલમાં સગાઈ કરી લીધી

રાત્રિભોજન પછીના ખાસ મહેમાનો વચ્ચેના આ ટૂંકા એન્ગૅજમેન્ટ-ફંકશનમાં વૉર્ને લિઝ હર્લીને ડાબા હાથની આંગળીમાં જે રિંગ પહેરાવી હતી એમાં એક ચોરસ નીલમણિ હતો અને વીંટીની બે બાજુએ બે-બે હીરા ટાંકેલા હતા. વૉર્ને આ રિંગ ૩૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૨૩ લાખ રૂપિયા)માં ખરીદી હતી.

વૉર્ન અને લિઝ હર્લી બન્ને ડિવૉર્સી છે. વૉર્નને અનેક સેક્સલીલાઓ બાદ ૨૦૦૬માં તેની પત્ની સિમોને છૂટાછેડા આપ્યા હતા. લિઝ હર્લીએ ભારતીય બિઝનેસમૅન અરુણ નાયર સાથેના ચાર વર્ષના લગ્નજીવન બાદ ગયા વર્ષે તેની સાથે ડિવૉર્સ લઈ લીધા હતા.

શનિવારે સગાઈના સમારંભમાં લિઝ હર્લીનો નવ વર્ષનો પુત્ર ડેમિયન પણ હાજર હતો. લિઝ હર્લીને આ પુત્ર ૨૦૦૨માં અમેરિકન બિઝનેસમૅન અને ફિલ્મ-પ્રૉડ્યુસર સ્ટીવ બિન્ગથી થયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK