શેન બોન્ડઃ IPL પહેલાં હાર્દિક પંડ્યાને ક્રિકેટ રમવા મળે તો સારું

Published: Feb 19, 2020, 17:53 IST | Mumbai Desk

ગયા વર્ષે ઑક્ટોબરમાં હાર્દિક પંડ્યાએ લોઅર બેકની ઇજાની સર્જરી કરાવી હતી અને ત્યારથી તે ખેલ મેદાનની બહાર રહ્યો છે

શેન બોન્ડ-તસવીર અતુલ કાંબલે
શેન બોન્ડ-તસવીર અતુલ કાંબલે

મુંબઇ ઇન્ડિયન્સ ટીમના બૉલિંગ કોચ શેન બોન્ડ ઇચ્છે છે કે ઓલ રાઉન્ડર હાર્દીક પંડ્યા તેની કમરની સર્જરીમાંથી રિકવર થાય અને આઇપીએલ પહેલાં થોડું ક્રિકેટ રમી શકે. આઇપીએલ 29મી માર્ચથી શરૂ થશે. બોન્ડ મુંબઇ આવી પહોંચશે જેથી તે પોતાની ફ્રેન્ચાઇઝી સાથે ચર્ચા કરી શકે. તેણે હાર્દિક પંડ્યાની સ્થિતિ અંગે કહ્યું હતું કે, "મને એટલી જ આશા છે કે તે આઇપીએલ શરૂ થાય તે પહેલાં થોડું ક્રિકેટ રમી શકે અને હું હંમેશા એમ માનું છું કે કમ બેક કરતા પહેલાં થોડો સમય પસાર કરવો જોઇએ, એકદમ જ કમબેક ન કરવું જોઇએ." તેમને મુંબઇ ઇન્ડિયન્સનાં આ ઓલ રાઉન્ડર પાસેથી ઘણી આશા છે.
તેણે એમ પણ કહ્યું કે, "તે પાછો આવશે તેની તો મને ખાતરી છે જ. હાર્દિકને T20માં પાછા ફરવા અંગે જે અભિગમ અનુસરાય છે તે ખરેખર સારો છે ખાસ કરીને તે આઇપીએલ દ્વારા પાછો ફરશે તો તેની પર ઓર બૉલિંગનું પ્રેશર નહીં આવે."
થોડા વખત પહેલાં પંડ્યાએ બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં સારી એવી નેટ પ્રેક્ટિસ કરી હતી. હજી એ સ્પષ્ટ નથી કે તેને આવતા મહીને આઇપીએલમાં પાછા ફરવું છે કે સાઉથ આફ્રિકાની ઓડીઆઇમાં પાછા ફરવું છે. આ મહીનાની શરૂઆતમાં હાર્દીક પંડ્યા ન્યુઝિલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બાકાત રખાયો હતો કારણકે તે ફુલ મેચ ફિટનેસની ચકાસણીમાં ઉણો ઉતર્યો હતો. યુકેનાં સર્જન જેમ્સ એલિબોનને કન્સલ્ટ કર્યા પછી હાર્દિકે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો અને ત્યાર પછી તે ફરી મેદાનમાં ઉતર્યો નથી.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK