બંગલા દેશના દિગ્ગજ ક્રિકેટર શાકિબ-અલ-હસને ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીને ફૉલો કરી પોતાના ત્રીજા સંતાનના જન્મ સમયે પત્ની સાથે અમેરિકામાં રહેવા માટે બંગલા દેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)ને પત્ર લખી પૅટરનિટી લીવની માગણી કરી છે અને સાથે-સાથે પોતાને ન્યુ ઝીલૅન્ડ સામેની ટૂરમાં સામેલ ન કરવામાં આવે એવી અજી પણ કરી છે. બંગલા દેશ ક્રિકેટ બોર્ડના ચૅરમૅન અકરમ ખાને પત્ર મળ્યો હોવાની પુષ્ટિ કરી હતી, પણ આ સંદર્ભે બોર્ડે હજી કોઈ અંતિમ નિર્ણય લીધો ન હોવાનું કહ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝ સામે આવતી કાલથી શરૂ થતી બીજી ટેસ્ટ મૅચમાં ઈજાગ્રસ્ત હોવાને લીધે શાકિબ નથી રમવાનો. બંગલા દેશની ન્યુ ઝીલૅન્ડ ટૂર ૨૦ માર્ચથી શરૂ થવાની છે, જેમાં ત્રણ વન-ડે અને ૩ ટી૨૦ રમાવાની છે.
પાંચથી છ શહેરોમાં યોજાઈ શકે છે આઇપીએલ
27th February, 2021 14:09 ISTયુસુફ પઠાણે સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું...
27th February, 2021 14:07 IST૪૦૦ વિકેટનો માઇલસ્ટોન હાંસલ કરનાર એન્જિનિયર રવિચંદ્રન અશ્વિન કહે છે...
27th February, 2021 14:03 ISTવિનયકુમારે ૯૭૨ વિકેટ બાદ કરી ક્રિકેટને અલવિદા
27th February, 2021 14:00 IST