આ ક્રિકેટરે કોહલીની સેનાને ફાક્યો પડકાર, અમે ટીમ ઇન્ડિયાને હરાવવા સક્ષમ

London | Jun 25, 2019, 21:43 IST

બાંગ્લાદેશની હવે પછીની મેચ ટીમ ઇન્ડિયા સામે છે. આ મેચને લઈને બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને કહ્યું કે, તેની ટીમ ભારતને હરાવવા સક્ષમ છે. અમારે ભારત વિરુદ્ધ અપસેટ અને સેમીફાઇનલની દોડમાં બની રહેવા માટે અમારૂ બેસ્ટ આપવું પડશે.

આ ક્રિકેટરે કોહલીની સેનાને ફાક્યો પડકાર, અમે ટીમ ઇન્ડિયાને હરાવવા સક્ષમ
શાકિબ અલ હસન

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતે હજુ સુધી એક પણ મેચ હારી નથી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ 2 જુલાઇના રોજ છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની ટીમ ઘણી વાર ભારતને આઇસીસીની મહત્વની ટુર્નામેન્ટમાં હરાવી ચુક્યું છે.

ભારત સામેની મેચને લઇને શું કહ્યું શાકિબ હસને...
વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ ટીમે અફઘાનિસ્તાનને હરાવીને સેમી ફાઇનલમાં પહોંચનો રસ્તો સરળ કરી દીધો હતો. ત્યારે બાંગ્લાદેશની હવે પછીની મેચ ટીમ ઇન્ડિયા સામે છે. આ મેચને લઈને બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને કહ્યું કે
, તેની ટીમ ભારતને હરાવવા સક્ષમ છે. અમારે ભારત વિરુદ્ધ અપસેટ અને સેમીફાઇનલની દોડમાં બની રહેવા માટે અમારૂ બેસ્ટ આપવું પડશે. મહત્વનું છે કે શાકિબે અફઘાનિસ્તાન વિરુદ્ધ અડધી સદી ફટકારી અને પાંચ વિકેટ હાસિલ કરી હતી. આ જીતની સાથે બાંગ્લાદેશની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાન પર પહોંચી ગઈ છે. બાંગ્લાદેશે સેમીફાઇનલમાં પહોંચવા માટે બાકીની બંન્ને મેચમાં વિજય મેળવવો પડશે.

અમારી માટે આ મેચ આસાન નહીં હોય
: શાકિબ
ભારત સામેની મેચ પહેલા શાકિબે કહ્યું
, 'ભારત ટોપની ટીમ છે, જે વિશ્વકપ ટાઇટલની દાવેદાર છે. અમારી માટે આ મેચ આસાન રહેશે નહીં. અમારી પાસે અનુભવ છે જેનાથી મદદ મળશે. ભારતની પાસે એવા વર્લ્ડ ક્લાસ ખેલાડી છે, જે મેચ જીતાવી શકે છે. અમે અમારૂ બેસ્ટ પ્રદર્શન કરીને ભારતને હરાવી શકીએ અને મારૂ માનવું છે કે અમે તે કરવા સક્ષમ છીએ. મહત્વનું છે કે આ પહેલા વિશ્વ કપ 2015ના ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશની ટીમે ભારતને સારી ટક્કર આપી હતી. આ પહેલા 2007મા બાંગ્લાદેશ વિશ્વકપમાં ભારતને હરાવી ચુક્યુ છે.'

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

વર્લ્ડ કપ 2019માં નંબર ચાર માટે અત્યારે 4 ટીમ વચ્ચે હરીફાઇ ચાલી રહી છે. જેમાં ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. આ તમામ ટીમોને સેમી ફાઇનલમાં પહોંચવા માટે બાકીની તમામ મેચ જીતવી પડશે. બાંગ્લાદેશની ટીમ આ વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેવામાં તેની સેમીફાઇનલમાં પહોંચવાની આશા કરી શકાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK