Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એલપીએલમાં ગૉલ ગ્લેડિયેટર્સની કમાન સંભાળશે શાહિદ આફ્રિદી

એલપીએલમાં ગૉલ ગ્લેડિયેટર્સની કમાન સંભાળશે શાહિદ આફ્રિદી

23 November, 2020 11:58 AM IST | Colombo
IANS

એલપીએલમાં ગૉલ ગ્લેડિયેટર્સની કમાન સંભાળશે શાહિદ આફ્રિદી

શાહ

શાહ


પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શાહિદી આફ્રિદી આ વર્ષે શરૂ થઈ રહેલી લંકા પ્રીમિયર લીગ (એલપીએલ)માં ગૉલ ગ્લેડિયેટર્સની કમાન સંભાળતો જોવા મળશે, જ્યારે બંકુરા રાજપક્સા વાઇસ કૅપ્ટન તરીકેની ફરજ બજાવશે. ગુરુવાર ૨૬ નવેમ્બરથી આ ટુર્નામેન્ટ મહિન્દા રાજપક્સા ઇન્ટનરનૅશનલ સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે.
આફ્રિદી અને બંકુરાની કૅપ્ટન-વાઇસ કૅપ્ટન તરીકેની જવાબદારી વિશે ગૉલ ગ્લેડિયેટર્સે ટ્વિટર દ્વારા માહિતી આપી હતી. થોડા દિવસ પહેલાં રમાયેલી પાકિસ્તાન સુપર લીગની પ્લે-ઑફમાં આફ્રિદી મુલતાન સુલતાન વતી બે મૅચ રમતો જોવા મળ્યો હતો, જેમાં તેણે ૧૨ રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ લીધી હતી.
ભારતથી સુદીપ ત્યાગી, ઇરફાન પઠાણ, મુનાફ પટેલ અને મનપ્રીત ગોની આ લીગમાં રમતા જોવા મળશે. આ ટુર્નામેન્ટમાં કુલ ૨૩ મૅચ રમાશે જેની ફાઇનલ મૅચ ૧૬ ડિસેમ્બરે યોજાશે. ગાૅલ ગ્લેડિયેટર્સનો પહેલો મુકાબલો ૨૭ નવેમ્બરે જાફના સ્ટેલિયન્સ સામે થશે.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2020 11:58 AM IST | Colombo | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK