Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શાહિદ આફ્રિદીને આવ્યો અફવા ફેલાવનાર લોકો પર આવ્યો ગુસ્સો

શાહિદ આફ્રિદીને આવ્યો અફવા ફેલાવનાર લોકો પર આવ્યો ગુસ્સો

13 December, 2020 04:34 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શાહિદ આફ્રિદીને આવ્યો અફવા ફેલાવનાર લોકો પર આવ્યો ગુસ્સો

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીની ફરિયાદ છે કે તેમની પુત્રી અંગે સોશિયલ મીડિયા social media પર ખોટા સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે. તેના અનુસાર લોકો જાત જાતની અફવાઓ ફેલાવી રહ્યા છે.

આફ્રિદીની દિકરી બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ છે, પાકિસ્તાની ટીવી ચેનલ જિઓ ટીવી અનુસાર, આફ્રિદીએ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારાઓને વધુ જવાબદાર બનવાની જરૂર છે અને તેઓએ આવી ખોટા સમાચાર ફેલાવવા ન જોઈએ. ખાસ કરીને કોઇના પરિવારને લઇને આવી વાતો ન કરવી જોઇએ.



 
 
 
View this post on Instagram

A post shared by Shahid Afridi (@safridiofficial)


શાહિદ આફ્રિદી 2 ડિસેમ્બરે એક અઠવાડિયા પછી લંકા પ્રીમિયર લીગ છોડીને પાકિસ્તાન પરત આવ્યો હતો. તેણે ટુર્નામેન્ટને અધવચ્ચે છોડી દેવાનું કોઈ કારણ આપ્યું ન હતું. તેમણે એટલું જ કહ્યું કે, વ્યક્તિગત ઇમરજન્સીના કારણે તે પાછો પાકિસ્તાન જઈ રહ્યો છે. તે જ સમયે, તેણે એમ પણ કહ્યું હતું કે જો પરિસ્થિતિ બરાબર હશે તો તે ટૂર્નામેન્ટમાં વાપસી કરશે. પરંતુ તે પાકિસ્તાન પરત આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર સમાચાર આવ્યા હતા કે આફ્રિદીની પુત્રી હોસ્પિટલમાં દાખલ છે.


થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો જેમાં બતાવવામાં આવ્યું હતું કે તેમની પુત્રી હોસ્પિટલના પલંગ પર પડેલી છે અને આફ્રિદી સામે ઉભો છે. અફવા ફેલાયા પછી પણ આફ્રિદી મૌન રહ્યો હતો. તેણે ગત સપ્તાહે ઇન્સ્ટાગ્રામ પર તેની એક પુત્રી સાથેનો ફોટો શેર કર્યો હતો અને જન્મદિવસની શુભેચ્છા પણ આપી હતી. આફ્રિદીએ લખ્યું, ‘જન્મદિવસની શુભેચ્છા મારી પ્રિય પુત્રી. અલ્લાહનો આભાર. 

Whatsapp-channel Whatsapp-channel

13 December, 2020 04:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK