શાહિદ આફ્રિદીએ જાહેર કરી વિશ્વ કપ ટીમ : ભારતીય ચાહકો થયા નાખુશ

Published: May 01, 2019, 17:53 IST | મુંબઈ

પાકિસ્તાનના પુર્વ સુકાની શાહિદ આફ્રિદી ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અત્યારે ભારતના ક્રિકેટ ચાહકો અફરીદીથી નાખુશ છે.

શાહિદ આફ્રિદી
શાહિદ આફ્રિદી

ભારતમાં હાલ ક્રિકેટ ચાહકોમાં ઇન્ડિયન પ્રીમિયર લીગનો ફિવર ચાલી રહ્યો છે. જોકે થોડા દિવસો બાદ વિશ્વભરના ક્રિકેટ ચાહકોમાં વિશ્વ કપનો ફિવર શરૂ થઇ જશે. વિશ્વ કપમાં રમતી તમામ ટીમોએ પોત પોતાની ટીમો જાહેર કરી દીધી છે. ત્યારે પાકિસ્તાનના પુર્વ સુકાની શાહિદ આફ્રિદી ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અત્યારે ભારતના ક્રિકેટ ચાહકો અફરીદીથી નાખુશ છે.

ભારતના ક્રિકેટ ચાહકો શાહિદ આફ્રિદીથી નાખુશ
પાકિસ્તાનના પૂર્વ સુકાની શાહિદ આફ્રિદીએ પોતાની વિશ્વ કપ ઇલેવન ટીમ પસંદ કરી છે. મહત્વની વાત એ છે કે આ ટીમમાં ભારતનો માત્ર એક ક્રિકેટરનો સમાવેશ કર્યો છે. જેને પગલે શાહિદ આફ્રિદીની આ ટીમથી ભારતીય ક્રિકેટ ચાહકો નાખુશ પણ થયા છે. આઈસીસી વિશ્વ કપના પ્રારંભમાં હવે એક મહિના કરતા ઓછો સમય બાકી છે. 30 મેએ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચની સાથે વિશ્વ કપનો પ્રારંભ થઈ જશે.

શાહિદ આફ્રિદીની વર્લ્ડ કપ
XI ટીમ આ પ્રમાણે છે
પાકિસ્તાના પુર્વ સુકાની શાહિદ આફ્રિદીની ઓલ-ટાઇમ વર્લ્ડ કપ
XI ટીમ આ પ્રમાણે છે:
સઈદ અનવર
, એડમ ગિલક્રિસ્ટ, રિકી પોન્ટિંગ, વિરાટ કોહલી, ઇંઝમામ ઉલ હક, જેક કાલિસ, વસીમ અકરમ, ગ્લેન મેક્ગ્રા, શેન વોર્ન, શોએબ અખ્તર, શકલૈન મુશ્તાક.

આ પણ જુઓ : જસપ્રીત બુમરાહ:આ ફાસ્ટ બોલર છે બહેનોનો લાડલો

ટીમમાં 5 પાક., 4 ઓસ્ટ્રેલિયા અને 1-1 આફ્રિકાના ખેલાડીઓ
આફ્રિદીની આ ટીમમાં પાંચ ખેલાડી પાકિસ્તાનના છે
, જ્યારે ચાર ઓસ્ટ્રેલિયાના એક આફ્રિકા અને એક ભારતનો. અફરીદીની ટીમમાં ભારત તરફથી ન તો સચિનનું નામ છે અને ન તો મહેન્દ્ર સિંહ ધોનીનું. ધોનીએ 2011માં પોતાની આગેવાનીમાં ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. જ્યારે સચિન તેંડુલકરનો રેકોર્ડ વિશ્વ કપમાં શાનદાર રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK