આફ્રિદીનો ગોલ્ડન પિરિયડ

Published: 2nd December, 2011 08:07 IST

મીરપુર: શાહિદ આફ્રિદીએ નિવૃત્તિ પાછી ખેંચીને પુનરાગમન કર્યું છે ત્યારથી પાકિસ્તાની ક્રિકેટ માટે સોનાનો સૂરજ ઊગ્યો છે. ગઈ કાલે તેણે ફરી એકવાર પાંચ વિકેટ લઈને અને પછી અણનમ ૨૪ રન બનાવીને પાકિસ્તાનને બંગલા દેશ સામે રોમાંચક વિજય અપાવ્યો હતો.આફ્રિદીએ છેલ્લી છમાંથી ત્રણ મૅચમાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મેળવ્યો છે. તે વન-ડેમાં કુલ ૨૭ અવૉર્ડ જીત્યો છે. વન-ડેમાં સૌથી વધુ ૬૨ અવૉર્ડ સચિન તેન્ડુલકરના નામે છે. જોકે પાકિસ્તાનીઓમાં સઈદ અનવર ૨૮ અવૉર્ડ સાથે પ્રથમ છે એટલે આફ્રિદીને તેની બરાબરીમાં આવવા એક જ મૅચવિનિંગ પરફોર્મન્સની જરૂર છે.

આફ્રિદીએ ગઈ કાલે વન-ડેમાં સાતમી વખત પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી. આ લિસ્ટમાં તે પાકિસ્તાનીઓમાં સક્લેન મુશ્તાકને ઓળંગીને બીજા સ્થાને આવી ગયો છે. વકાર યુનુસની ૧૩ વખત પાંચ વિકેટની સિદ્ધિ વિશ્વવિક્રમ છે.

પાકિસ્તાને ગઈ કાલે પ્રથમ વન-ડેમાં બંગલા દેશને ૩૦.૩ ઓવરમાં માત્ર ૯૧ રનમાં ઑલઆઉટ કરી નાખ્યું હતું. જવાબમાં પાકિસ્તાને ૬૩ રનમાં પાંચ વિકેટ ગુમાવીને પોતાની જીત અઘરી બનાવી નાખી હતી. જોકે  મિસબાહ-ઉલ-હક(૧૬ નૉટઆઉટ) અને આફ્રિદી (૨૪ નૉટઆઉટ)એ ૨૬મી ઓવરમાં જીત અપાવી હતી.

બંગલા દેશ વન-ડેમાં ૧૩મી વખત ૧૦૦ કરતાં ઓછા ટોટલ પર ઑલઆઉટ થયું છે. આ સાથે એણે સૌથી વધુ ૧૨ વખત ૧૦૦થી ઓછા ટોટલ પર ઑલઆઉટ થનાર ઝિમ્બાબ્વેનો વિશ્વવિક્રમ તોડ્યો છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK