Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સેરેના વિલિયમ્સ ઈટાલિયન ઓપનથી કરશે કમબેક

સેરેના વિલિયમ્સ ઈટાલિયન ઓપનથી કરશે કમબેક

24 July, 2019 03:35 PM IST | મુંબઈ

સેરેના વિલિયમ્સ ઈટાલિયન ઓપનથી કરશે કમબેક

સેરેના વિલિયમ્સ

સેરેના વિલિયમ્સ


અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ કમબેક કરવા માટે તૈયાર છે. ઈજામાંથી સાજા થયા બાદ હવે સેરેના વિલિયમ્સ ઈટાલિયન ઓપનથી ટેનિસ કોર્ટ પર પાછી ફરશે. ESPNના રિપોર્ટ પ્રમાણે ટુર્નામેન્ટના ડિરેક્ટર સર્જિયો પાલમેરીએ કહ્યું કે સેરેના વિલિયમ્સ આ ટુર્નામેન્ટ માટે રૂમ બુક કરાવી ચૂકી છે. તે ટુર્નામેન્ટના કેટલાક દિવસ પહેલા અહીં પહોંચી જશે.

ઉલ્લેખનીય છે કે ઈટાલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 13થી 19 મે સુધી યોજાવાની છે. નંબર વન રહી ચૂકેલી સેરેના વિલિયમ્સ છેલ્લે માર્ચમાં માયામી ઓપનના ત્રીજા રાઉન્ડથી જ હટી ગઈ હતી. જે બાદ તેણે કોઈ ટુર્નામેન્ટ નથી રમી. તેણે 2016માં ફાઈનમલાં મેડિસન કીઝને હરાવીને ચોથી વાર ઈટાલિયન ઓપનનું ટાઈટલ જીત્યું હતું. ત્યારબાદ સેરેના પહેલીવાર આ ટુર્નામેન્ટ રમવા ઉતરી રહી છે.



આ પણ વાંચોઃ ક્યારેક ગુસ્સો કરવાથી ખેલાડીઓનું બેસ્ટ બહાર આવી શકે છે : કાર્તિક


સેરેના વિલિયમ્સ ઉપરાંત સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરર પણ ટુર્નામેન્ટમાં બાગ લેશે. જો કે વર્લ્ડ નંબર 6 કેવિન એન્ડરસન અને વર્લ્ડ નંબર 16 મિસોલ રોઆનિક ઈજાગ્રસ્ત હોવાને કારણે આ ટુર્નામેન્ટમાં નહીં રમે. તો ત્રણ વખત ચેમ્પિયન રહી ચૂકેલી મારિયા શારાપોવા પણ ખભામાં ઈજાને કારણે ઈટાલિયન ઓપન નથી રમી રહી.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 03:35 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK