Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઈજાને લીધે સેરેનાએ ફ્રેન્ચ ઓપન છોડી દીધી

ઈજાને લીધે સેરેનાએ ફ્રેન્ચ ઓપન છોડી દીધી

01 October, 2020 01:52 PM IST | Paris
IANS

ઈજાને લીધે સેરેનાએ ફ્રેન્ચ ઓપન છોડી દીધી

સેરેનાએ ઇન્જરીને લીધે ફ્રેન્ચ ઓપન છોડી દીધી

સેરેનાએ ઇન્જરીને લીધે ફ્રેન્ચ ઓપન છોડી દીધી


અમેરિકન ટેનિસ સ્ટાર અને ભૂતપૂર્વ નંબર વન મહિલા ખેલાડી સેરેનાએ ઇન્જરીને લીધે ફ્રેન્ચ ઓપન છોડી દીધી હતી. સોમવારે પહેલા રાઉન્ડમાં સેરેના પગની ઇન્જરી છતાં રમી હતી અને જીત મેળવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. બુધવારે બીજા રાઉન્ડની મૅચ પહેલાં વૉમ-અપ મૅચ બાદ સેરેનાને લાગ્યું કે તે નહીં રમી શકે અને તેણે ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. સેરેનાએ કહ્યું હતું કે તેને ચાલવામાં તકલીફ થઈ રહી છે અને ચારથી છ અઠવાડિયાંના આરામની જરૂર છે.
સેરેના સૌથી વધુ ૨૪ ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર માર્ગેરેટ કોર્ટના રેકૉર્ડથી એક જ કદમ દૂર છે, પણ છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન કરવા છતા એ તેને હાથતાળી આપી રહ્યો છે. હવે સેરેનાએ એ માટે જાન્યુઆરીમાં રમાનારા ઑસ્ટ્રેલિયન ઓપન સુધી રાહ જોવી પડશે.

યુએસ ઓપન રનર-અપ બીજા રાઉન્ડમાં બહાર



ઑસ્ટ્રેલિયન ઓપનમાં રનર-અપ રહેનાર વિક્ટોરિયા અઝરેન્કા ગઈ કાલે ફ્રેન્ચ ઓપનમાં બીજા રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી. અઝરેન્કા બીજા રાઉન્ડમાં સ્લોવાકિયાની ઍના કૅરોલિના સ્ક્મિડ્લોવા સામે સીધા સેટમાં ૨-૬, ૨-૬થી હારી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2020 01:52 PM IST | Paris | IANS

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK