Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > હું સારું રમી શકી હોત : સેરેના વિલિયમ્સ

હું સારું રમી શકી હોત : સેરેના વિલિયમ્સ

09 September, 2019 09:35 AM IST | ન્યૂયોર્ક

હું સારું રમી શકી હોત : સેરેના વિલિયમ્સ

સેરેના વિલિયમ્સનો પરાજય

સેરેના વિલિયમ્સનો પરાજય


યુએસ ઓપનમાં ૧૯ વર્ષની બિયાન્કા ઍન્ડ્રસ્ક્યુ સામે સેરેના વિલિયમ્સ પોતાનું ૨૪મો ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાની તક ચૂકી ગઈ હતી. તે બિયાન્કા સામે ૬-૩, ૭-૫થી હારી ગઈ હતી. છેલ્લા કેટલાક સમયથી સેરેના ટાઇટલ જીતવાની ફાઇનલ ગેમમાં પરાસ્ત થઈ રહી છે. આ ગેમમાં મળેલા પરાજય બાદ સેરેનાએ કહ્યું હતું કે ‘ખરું કહું તો હું ઘણી નિરાશ છું. જીતની નજીક હોવા છતાં હું ઘણી દૂર રહી ગઈ હતી. મને નથી ખબર કે મારે શું કહેવું જોઈએ, પણ એક પ્રોફેશનલ ટેનિસ પ્લેયર તરીકે મારે આ પરાજયને બાજુએ મૂકીને આગળ ચાલતા રહેવું જોઈએ અને જે પડકાર મારી સામે આવે છે એની સામે લડવું પડશે.’

પોતાના પર્ફોર્મન્સ વિશે ‍‍વાત કરતાં સેરેનાએ કહ્યું હતું કે ‘મારા મતે હું સારું રમી શકી હોત. વધુ કંઈક કરી શકી હોત. આજે મારે સારું રમવું જોઈતું હતું. ૨૦ વર્ષની મારી કરીયરમાં મને લાગતું હતું કે વાહ, મેં કંઈક સારું કર્યું છે એવી ભાવના જાગશે, પણ હાલમાં જે પ્રમાણે પ્રદર્શન થઈ રહ્યું છે એ ખરેખર સ્વીકારવું અઘરું છે. આજે મારો દિવસ નથી અથવા મેં ઓકે કર્યું છે એવું પોતાની જાતને કહેવાનું ઘણી વાર મન થાય છે. ક્યારેક હું માનું છું કે હું કંઈ કરી નથી શકી.’



આ પણ વાંચોઃ ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2019 09:35 AM IST | ન્યૂયોર્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK