સેરેના વિલિયમ્સે અમેરિકન ઓપનમાં વિવાદીત હાર બાદ નાઓમીની માફી માંગી

Published: Jul 11, 2019, 12:56 IST | London

એક વર્ષ બાદ તેણે નાઓમીની માફી માંગી હતી. નાઓમીએ પોતાનું શાનદાર પ્રદર્ષન કરતા સેરેનાને સેરેનાને 6-2, 6-4 થી સીધા સેટમાં હરાવી હતી. મેચ દરમ્યાન સેરેનાએ ચેર અમ્પાયર કાર્લોર રામોસને ચોર કર્યા હતા અને તેની સાથે ઝઘડો કર્યો હતો.

London : અમેરિકાની ટેનીસ સ્ટાર સેરેના વિલિયમ્સ ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. સેરેનાએ ગત વર્ષે રમાયેલી ગ્રાન્ડ સ્લેમ ઓપન અમેરિકન ઓપનમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પરાજય બાદ સેરેનાએ વિવાદ સર્જયો હતો. જેમાં તેણે નાઓમીને પણ બક્સી ન હતી. જોકે હવે એક વર્ષ બાદ તેણે નાઓમીની માફી માંગી હતી. નાઓમીએ પોતાનું શાનદાર પ્રદર્ષન કરતા સેરેનાને સેરેનાને 6-2, 6-4 થી સીધા સેટમાં હરાવી હતી. મેચ દરમ્યાન સેરેનાએ ચેર અમ્પાયર કાર્લોર રામોસને ચોર કર્યા હતા અને તેની સાથે ઝઘડો કર્યો હતો.

સેરેનાએ
એક ઇન્ટવ્હુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો
હવે, તાજેતરમાં જ હાર્પર બાઝાર નામના મેગેઝિનમાં મંગળવારે પ્રકાશિત એક લેખમાં 37 વર્ષની સેરેનાએ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. સેરેનાએ લખ્યું છે કે, "મેચમાં થયેલા વિવાદના કારણે હું પરાજય તરફ ધકેલાઈ ગઈ, પરંતુ એક અન્ય ખેલાડી તેની વિજયી ક્ષણનો ઉત્સવ પણ ઉજવી શકી નહીં. એક એવી ક્ષણ જે તેની લાંબી અને સફળ કારકિર્દીમાં યાદગાર બનતી હોય છે. હું દિલથી દુઃખી થઈ ગઈ હતી."

આ પણ જુઓ : યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

સેરેનાએ કહ્યું, "હે નાઓમી, હું સેરેના વિલિયમ્સ. જેવું કે મેં કહ્યું, મને તારા પર ગર્વ છે અને હું માફી પણ માગવા ચાહું છું. મેં વિચાર્યું હતું કે હું મારા માટે લડીને એક સાચું કામ કરી રહી છું, પરંતુ મને ખબર ન હતી કે મીડિયા આપણને એક-બીજા સામે ભડકાવી દેશે. હું અત્યારે અને ભવિષ્યમાં તારી સફળતાની કામના કરું છું. મને તારા પર ગર્વ છે."સેરેના અત્યારે વિમ્બલડનમાં રમી રહી છે અને વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચી ચૂકી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK