સાઉથ આફ્રિકાના જંગલમાં મંગલ

Published: 8th November, 2011 20:39 IST

ખૂનખાર પ્રાણીઓવાળા વિસ્તારમાં કપિલ દેવ ઇલેવન અને માઇક પ્રૉક્ટરની ટીમ વચ્ચે રમાશે ૧૫-૧૫ ઓવરવાળી મૅચ૧૫ નવેમ્બરે સાઉથ આફ્રિકામાં ક્વાઝુલુ-નાતાલ વિસ્તારના ખૂનખાર પ્રાણીઓવાળા જંગલના મેદાનમાં ભારત અને સાઉથ આફ્રિકાના ૬-૬ પીઢ ખેલાડીઓ વચ્ચે ૧૫-૧૫ ઓવરની મૅચ રમાશે. ભારતીય ક્રિકેટમાં દંતકથા તરીકે ઓળખાતા પ્લેયરો એવી જ પ્રતિભા ધરાવતા સાઉથ આફ્રિકન ખેલાડીઓ સામે આ મૅચ રમશે.

વીતેલાં વષોર્ના જાણીતા ખેલાડીઓ વચ્ચેનો આ અનોખો મુકાબલો ધ વર્લ્ડ ક્રિકેટ લેજન્ડ્સ ઇન ધ વાઇલ્ડ તરીકે ઓળખાશે. આ મૅચના આયોજકો દ્વારા બે વર્ષ પહેલાં સ્વિટ્ઝરલૅન્ડમાં બરફથી છવાયેલા ૧૧,૦૦૦ ફૂટ ઊંચા પર્વત પરના મેદાનમાં ભારતના પીઢ ખેલાડીઓ અને વેસ્ટ ઇન્ડીઝના ઑલ્વિન કાલિચરણના સુકાનવાળી ઑલ સ્ટાર વર્લ્ડ ઇલેવન વચ્ચે મૅચ રાખવામાં આવી હતી.

ભારતીય ટીમની આગેવાની કપિલ દેવ સંભાળશે. જોકે આ ટીમમાં ફિક્સિંગના વિવાદમાં સપડાઈ ચૂકેલા અજય જાડેજાનો પણ સમાવેશ છે. કપિલ દેવ ઇલેવનમાં દિલીપ વેન્ગસરકર, અંશુમાન ગાયકવાડ, અજય જાડેજા, સંદીપ પાટીલ અને રોજર બિન્નીનો સમાવેશ છે. માઇક પ્રૉક્ટર ઇલેવનમાં ગ્રેમ પોલૉક, લાન્સ ક્લુઝનર, ઍન્ડ્ર્યુ હડસન, પીટર કસ્ર્ટન અને પૉલ ઍડમ્સને સામેલ કરવામાં આવ્યા છે.

લેજન્ડ્સ રમશે ટેનિસ બૉલથી

૧૫ નવેમ્બરની સાઉથ આફ્રિકાના જંગલની મૅચ ટેનિસ બૉલથી રમાશે. વિજેતા ટીમને ટ્રોફી આપવા ઉપરાંત મૅચમાં સૌથી સારું પફોર્ર્મ કરનારાઓને ઇનામ પણ આપવામાં આવશે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK