World Cup 2109 : ભારત vs ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા vs ઇંગ્લેન્ડ વચ્ચે સેમી ફાઇનલ જંગ

London | Jul 07, 2019, 14:13 IST

ICC World Cup 2019मां સેમી ફાઇનલની ટીમો પણ ફાઇનલ થઇ ગઇ છે. લીગની અંતિમ મેચમાં ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયેલી સાઉથ આફ્રિકાની ટીમે સેમી ફાઇનલમાં પહેલા જ પોતાનું સ્થાન નક્કી કરેલ ઓસ્ટ્રેલિયાને 10 રને હરાવીને વર્લ્ડ કપમાંથી વિદાય લીધી હતી.

World Cup 2109 : ભારત vs ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા vs ઇંગ્લેન્ડ વચ્ચે સેમી ફાઇનલ જંગ

Manchester : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ ICC વર્લ્ડ કપ 2019માં લીગ મેચો પુરી થઇ ગઇ છે અને સેમી ફાઇનલની ટીમો પણ ફાઇનલ થઇ ગઇ છે. લીગની અંતિમ મેચમાં ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયેલી સાઉથ આફ્રિકાની ટીમે સેમી ફાઇનલમાં પહેલા જ પોતાનું સ્થાન નક્કી કરેલ ઓસ્ટ્રેલિયાને 10 રને હરાવીને વર્લ્ડ કપમાંથી વિદાય લીધી હતી. આમ ઓસ્ટ્રેલિયાની હાર બાદ સેમી ફાઇનલનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.

આ ટીમો વચ્ચે થશે ફાઇનલમાં પહોંચવાનો જંગ

સાઉથ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાની હારથી જ સેમી ફાઇનલમાં કઇ ટીમો કોની સામે ટકરાશે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જેમાં 9 જુલાઇના રોજ મેનચેસ્ટરમાં ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી સેમીફાઇનલ મેચમાં ટક્કર થશે. જ્યારે બીજી તરફ 11 જુલાઇના રોજ બર્મિંઘમમાં ઓસ્ટ્રેલીયા અને હોમ ટીમ ઈગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઇનલ મેચમાં ટક્કર થશે. આ બંને મેચમાં 2 વિજેતા ટીમો 15 જુલાઇના રોજ ટાઇટલ માટે ટકરાશે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

સા.આફ્રિકા સામે હારતા ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને ઘકેલાઇ ગયું
વર્લ્ડ કપ 2019માં લીગ સ્ટેજની અંતિમ મેચમાં સાઉથ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા આ ટૂર્નામેન્ટમાં હાર્યા બાદ પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પર ઘકેલાઇ ગયું હતું. આ પહેલા છેલ્લી લીગ મેચમાં ભારતે શ્રીલંકાને
7 વિકેટથી હરાવી પોઇન્ટ ટેબલમાં પહેલું સ્થાન મેળવી લીધું હતું. આ જીતની સાથે જ ભારતના 15 પોઇન્ટ થઇ ગયા છે અને તેની સામે બીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયા 14 પાઇન્ટ પર છે. જ્યારે ઈંગ્લેન્ડ 12 પાઇન્ટ સાથે ત્રીજા અને ન્યૂઝીલેન્ડ 11 પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર છે. પોઇન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર ભારતની સામે 4 સ્થાન પર આવેલી ન્યૂઝીલેન્ડ ટીમ વચ્ચે પ્રથમ સેમીફાઇનલ મેચ યોજાશે. તો બીજી તરફ બીજા અને ત્રીજા સ્થાન પર આવેલી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઇનલ મેચ રમાવવામાં આવશે.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે
11 જુલાઇએ બર્મિંઘમમાં બીજી સેમિફાઇનલ મેચ રમાશે. જ્યારે ઓસ્ટ્રેલિયા 9 મેચમાંથી 7 મેચ જીત અને બેમાં હારનો સામનો કર્યો પડ્યો હતો. મેજબાન ઈંગ્લેન્ડે 9 મેચમાંથી 6 મેચમાં જીત અને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે 9 મેચમાંછી 7 મેચમાં જીત હાંસલ કરી છે. જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. આ મેચમાં તેને ન્યૂઝીલેન્ડની સાથે પોઇન્ટની વહેંચણી કરી હતી. જેમાં ભારતના 15 પોઇન્ટ થયા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK