સેહવાગ કોઈ પણ ઘડીએ રિટાયર

Published: 11th December, 2014 05:01 IST

સિલેક્શનમાંથી બાકાત રાખવા બદલ કરી ફૂ-મેઇલ,ટીમ ઇન્ડિયાના એક સમયના માસ્ટર-બ્લાસ્ટર ઓપનર વીરેન્દર સેહવાગે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયર થવાનો નર્ણિય કરી લીધો છે


રશ્મિન શાહ

તો એની સાથોસાથ તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી પણ રિટાયરમેન્ટ લઈ લેવાનો પ્લાન બનાવ્યો હોય એવો નર્દિેશ આપી દીધો છે. ગઈ કાલે સેહવાગે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ ર્બોડ અને દિલ્હી ક્રિકેટ ર્બોડને કરેલી એક ફૂ-મેઇલમાં આ સંદર્ભનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે મને હમણાંના સમયમાં સિલેક્શનમાંથી બાકાત રાખવામાં આવે. ર્બોડ સાથે સંકળાયેલા એક સભ્યએ કહ્યું હતું કે ‘વિજય હઝારે ટ્રોફી માટે સેહવાગ રાજકોટ આવ્યો ત્યારે જ તેણે ઇનડિરેક્ટલી એવો મેસેજ આપી દીધો હતો કે વર્લ્ડ કપની ટેન્ટેટિવ ટીમ સિલેક્શન પર તેનો બધો મદાર છે. જો એમાં તેનું સિલેક્શન નહીં થાય તો તે રિટાયરમેન્ટ વિશે વિચારી રહ્યો છે.’

સેહવાગને ધારણા હતી કે તેનું સિલેક્શન થશે પણ એવું ન થયું એટલે ફાઇનલી હવે તેણે રિટાયરમેન્ટના પોગીતાના વિચારને ર્બોડ સમક્ષ મૂકી દીધો છે. ર્બોડના અન્ય એક મેમ્બરે સેહવાગની તરફેણમાં કહ્યું હતું કે ‘વીરેન્દર જો આ સમયે રિટાયરમેન્ટ લઈ લે તો એ તેની શાખ માટે બહુ સારું છે. ક્રિકેટ સાથે જોડાયેલા રહેવા માટે તે IPL ઉપયોગ કરી શકે છે અને ત્ભ્ન્માં તેણે હજી બે વર્ષ ઍક્ટિવ રહેવું જોઈએ.’વીરેન્દર સેહવાગે કરેલી ફૂ-મેઇલમાં તેણે ક્યાંય IPL ઉલ્લેખ નથી કર્યો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK