મુંબઈકર આગરકરે દિલ્હીનું નાક બચાવ્યું

Published: 22nd October, 2012 05:35 IST

ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી સેમી ફાઇનલની લગોલગ પહોંચાડ્યુંકેપ ટાઉન: પાંચ દેશોની ટોચની T20 ટીમો વચ્ચે રમાતી ચૅમ્પિયન્સ લીગમાં ભારતની ત્રણ ટીમો કલકત્તા નાઇટ રાઇડર્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ આઉટ થઈ ગઈ છે, પરંતુ દિલ્હી ડેરડેવિલ્સે ગઈ કાલે પર્થ સ્કૉર્ચર્સ સામે જીતીને સેમીની આશા જીવંત રાખી હતી. આ વિજય મૅન ઑફ ધ મૅચ અજિત આગરકરે અપાવ્યો હતો. તેણે પહેલાં બે વિકેટ લીધી હતી અને પછી છેલ્લી ઓવરમાં પાંચ રન બનાવીને દિલ્હીની જીતમાં બીજું મોટું યોગદાન આપ્યું હતું.

સેમીની દોડમાંથી બહાર થઈ ગયેલી પર્થ સ્કૉર્ચર્સે શૉન માર્શના ૩૯ અને સાયમન કૅટિચના ૩૪ રનની મદદથી પાંચ વિકેટે ૧૨૧ રન બનાવ્યા હતા. બન્નેની વિકેટ આગરકરે લીધી હતી અને પછી લ્યુક રૉન્ચીનો કૅચ પણ પકડ્યો હતો. મૉર્ની મૉર્કલે ત્રણ વિકેટ લીધી હતી.

દિલ્હીએ વીરેન્દર સેહવાગ (બાવન રન, ૪૪ બૉલ, એક સિક્સર, ચાર ફોર)ની મદદથી ૧૯.૩ ઓવરમાં સાત વિકેટે ૧૨૩ રન બનાવીને જીત મેળવી હતી. છેલ્લે આગરકરના સાથીબૅટ્સમૅન પવન નેગીએ વિનિંગ ફોર મારી હતી. નેગી સાત રને નૉટઆઉટ રહ્યો હતો.

ચૅમ્પિયન્સ લીગમાં કોણ કેટલા પાણીમાં?

ગ્રુપ

ટીમ

મૅચ

જીત

હાર

અનિર્ણીત

પૉઇન્ટ

રનરેટ

 

દિલ્હી ડેરડેવિલ્સ

૧૦

૧.૪૪૦

 

ટાઇટન્સ

૨.૪૫૦

 

ઑકલૅન્ડ ઍસીસ

-૧.૦૩૫

 

પર્થ સ્કૉર્ચર્સ

-૧.૧૧૬

 

કલકત્તા નાઇટ રાઇડર્સ

-૧.૮૧૩

 

ગ્રુપ બી

ટીમ

મૅચ

જીત

હાર

અનિર્ણીત

પૉઇન્ટ

રનરેટ

સિડની સિક્સર્સ

૧૨

૨.૧૩૧

હાઇવેલ્ડ લાયન્સ

૧૨

૦.૧૪૦

ચેન્નઈ સુપર કિંગ્સ

-૦.૨૨૨

મુંબઈ ઇન્ડિયન્સ

-૦.૪૨૪

યૉર્કશર

-૨.૫૬૨

 

નોંધ : (૧) દરેક ટીમ ૪ લીગ મૅચ રમશે. (૨) આ આંકડા ગઈ કાલની કલકત્તા-ટાઇટન્સ મૅચ પહેલાંના છે. (૩) ગ્રુપ ‘બી’માંથી સિડની સિક્સર્સ અને હાઇવેલ્ડ લાયન્સ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK