સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ પદે જયદેવ શાહ બીનહરીફ ચુંટાઇ આવ્યા

Updated: Oct 12, 2019, 13:20 IST | Adhirajsinh Jadeja | Rajkot

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના નવા સભાસદો ચુંટાઇ આવ્યા છે. જે આશા હતી તે પ્રમાણે નિરંજન શાહના પુત્ર જયદેવ શાહની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. તો દિપક લાખાણીની ઉપ પ્રમુખ પદ તરીકે વરણી થઇ છે.

પુર્વ રણજી ખેલાડી જયદેવ શાહ
પુર્વ રણજી ખેલાડી જયદેવ શાહ

Rajkot : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના નવા સભાસદો ચુંટાઇ આવ્યા છે. જે આશા હતી તે પ્રમાણે નિરંજન શાહના પુત્ર જયદેવ શાહની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. તો દિપક લાખાણીની ઉપ પ્રમુખ પદ તરીકે વરણી થઇ છે. જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી મીડિયા મેનેજર તરીકે કામ કરી રહેલ લોકલાડીલા હિમાંશુ શાહની સેક્રેટરી તરીકે વરણી થઇ છે. જ્યારે સૌરાષ્ટ્રના જાણીતા સાંધ્ય દૈનિક સાંજ સમાચારના મેનેજીંગ તંત્રી અને રમત ક્ષેત્રે ઉમદા રૂચી ધરાવતા એવા યુવા કરણ શાહ જોઇન્ટ સેક્રેટરી તરીકે ચુંટાઇ આવ્યા છે. તો SCA ની ચુંટણીની વાત કરીએ તો ઈલેકટ્રોલ ઓફીસર વરેશ સિંહા માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેની સામે કોઈપણ ઉમેદવાર ઉભુ રહેલ ન હોય ચૂંટણી પ્રક્રિયામાં આ તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા.

Saurashtra Cricket Association

ઉમેદવારો બીનહરીફ ચુંટાઇ આવ્યા
જો કે આ પહેલા નવા ઉમેદવારોની ચુંટણી 26 સપ્ટેમ્બરના રોજ થવાની હતી. પરંતુ હરીફ ઉમેદવાર ન હોવાથી તમામને બીન હરીફ જાહેર કરાયા હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના બીન હરીફ ચુંટાઇ આવેલા નવા સભ્યો અને તેમના હોદ્દાઓ આ પ્રમાણે છે.

નામ                હોદ્દો
જયદેવ શાહ           પ્રમુખ
દિપક લાખાણી        ઉપ પ્રમુખ
હિમાંશુ શાહ           સેક્રેટરી
કરણ શાહ             જોઇન્ટ સેક્રેટરી
શ્યામ રાયચુરા         ખજાન્ચી
નિલેશ દોશી           કાઉન્સીલ સભ્ય
જયવીર શાહ          કાઉન્સીલ સભ્ય
વિક્રાંત વોરા           કાઉન્સીલ સભ્ય
રાજુ શાહ             કાઉન્સીલ સભ્ય
હિરેન કોઠારી          કાઉન્સીલ સભ્ય
અભિષેક તલાટીયા     કાઉન્સીલ સભ્ય
અભિષેક કામદાર      કાઉન્સીલ સભ્ય
મિહીર શાહ           કાઉન્સીલ સભ્ય
મહેશ કોટેચા           કાઉન્સીલ સભ્ય
હેમંત શાહ            કાઉન્સીલ સભ્ય              

 

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

ઉલ્લેખનીય છે કે નવા સભ્યોમાં હિમાંશુ શાહ છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના મીડિયા મેનેજર તરીકે કામ કરી રહ્યા હતા. આ સિવાય હિમાંશુભાઇ રાજકોટના જૈન યુવા અગ્રણી તરીકે પણ પોતાની સેવા આપી રહ્યા છે.

આ પણ જુઓ : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

નવા પ્રમુખ તરીકે જયદેવ શાહ વિશે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના નવા પ્રમુખ તરીકે નિરંજન શાહના પુત્ર જયદેવ શાહને કમાન સોપવામાં આવી છે. જયદેવ શાહ પુર્વ રણજી ક્રિકેટર છે. તે સૌરાષ્ટ્ર રણજી ટીમનો સુકાની રહી ચુક્યો છે. જ્યારે તેણે કુલ 120 ફર્ટ્સ ક્લાસ મેચ રમી છે. જેમાં તેણે રેકોર્ડ 110 વાર સૌરાષ્ટ્ર ટીમનું સુકાની પદ સંભાળ્યું છે. જે હજુ સુધી ફર્ટ્સ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ સમય ટીમના સુકાની બનવાનો એક રેકોર્ડ છે. તેની આગેવાનીમાં સૌરાષ્ટ્ર ટીમ રણજી ટ્રોફી 2012-13માં રનર્સ અપ બની હતી. તો 2007-08માં વિજય હજારે ટ્રોફી જીત્યું હતું. જયદેવ શાહે વર્ષ 2018માં જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી જાહેર કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK