ભારત સામેની મૅચ પહેલાં અમારે ફીલ્ડિંગ સુધારવી પડશે : સરફરાઝ એહમદ

Published: Jun 14, 2019, 11:42 IST | ટૉન્ટન

ઑસ્ટ્રેલિયા સામે આસિફ અલીએ ઍરોન ફિન્ચ અને ડેવિડ વૉર્નરના કૅચ ડ્રૉપ કર્યા હતા જે અંતે નિર્ણાયક સાબિત થયા હતા

સરફરાઝ એહમદ
સરફરાઝ એહમદ

ઑસ્ટ્રેલિયા સામે ખરાબ ફીલ્ડિંગ કરનાર પાકિસ્તાનની ટીમના કૅપ્ટન સરફરાઝ એહમદે તેના ખેલાડીઓને ચેતવણી આપતાં કહ્યું કે તેમણે ભારત સામેની અતિમહત્વની મૅચ પહેલાં ફીલ્ડિંગનું સ્ટાન્ડર્ડ સુધારવું પડશે. બુધવારે ઑસ્ટ્રેલિયન ઓપનરો ડેવિડ વૉર્નર અને ઍરોન ફિન્ચની ૧૪૬ રનની ઓપનિંગ પાર્ટનરશિપની મદદથી કાંગારૂઓએ ૩૦૭ રન બનાવ્યા હતા, એના જવાબમાં પાકિસ્તાનની ટીમ ૨૬૬ રનમાં ઑલઆઉટ થતાં તેમનો ૪૧ રને પરાજય થયો હતો.

મૅચ હાર્યા પછી પોસ્ટ-મૅચ પ્રેસ-કૉન્ફરન્સમાં સરફરાઝે કહ્યું કે ‘અમે રમતના ત્રણે ડિપાર્ટમેન્ટમાં ઘણી ભૂલો કરી હતી. મને ખરાબ ફીલ્ડિંગને કારણે ઘણું દુ:ખ થયું છે. અમારે ભારત સામેની મહત્વની મૅચ પહેલાં ફીલ્ડિંગનું સ્ટાન્ડર્ડ ઊચું લાવવું પડશે.’

આ પણ વાંચો : World Cup 2019: આજે ક્રિસ ગેઇલ અને જોફ્રા આર્ચરની ટીમો વચ્ચે ટક્કર

પાકિસ્તાને ઇંગ્લૅન્ડને હરાવીને અપસેટ સજ્ર્યો હતો, કારણ કે ઓઇન મૉર્ગનના ફિલ્ડરોએ ખરાબ ફીલ્ડિંગ કરી હતી, જ્યારે ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં સાવ ઊધું થયું હતું. મિસ ફીલ્ડ, કૅચ ડ્રૉપ અને ઓવરથ્રોએ બન્ને ટીમ વચ્ચે મોટો તફાવત ઊભો કર્યો હતો. કૅપ્ટન ઍરોન ફિન્ચ ૩૩ રને હતો ત્યારે આસિફ અલીએ તેનો કૅચ ડ્રૉપ કર્યો હતો અને ફિન્ચ બીજા ૪૯ રન બનાવવામાં સફળ થયો હતો. ત્યાર બાદ આસિફે ડેવિડ વૉર્નરનો કૅચ પણ ડ્રૉપ કર્યો હતો. ૩૦ રનમાં પાંચ વિકેટ લેનાર મોહમ્મદ આમિરનાં વખાણ કરતાં સરફરાઝે કહ્યું કે ‘અમારા માટે પૉઝિટિવ વાત હોય તો આમિરની બોલિંગ છે. તેની સીમ અને સ્વિંગ બોલિંગ બૅટ્સમેનો માટે ઘણી અઘરી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK