Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ટિકટૉક પર ધૂમ મચાવી રહ્યો છે સાનિયા મિર્ઝાનો આ વિડિયો

ટિકટૉક પર ધૂમ મચાવી રહ્યો છે સાનિયા મિર્ઝાનો આ વિડિયો

14 May, 2020 03:53 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટિકટૉક પર ધૂમ મચાવી રહ્યો છે સાનિયા મિર્ઝાનો આ વિડિયો

વિડિયોમાંથી લીધેલો સ્ક્રિનશોટ

વિડિયોમાંથી લીધેલો સ્ક્રિનશોટ


લૉકડાઉનને લીધે ઘરમાં કેદ 33 વર્ષીય ટેનિસ ચેમ્પિયન સાનિયા મિર્ઝા સોશ્યલ મિડિયા પર આજકાલ બહુ એક્ટિવ હોય છે. સાનિયાએ તાજેતરમાં ટિકટૉક પર એક વિડિયો પોસ્ટ કર્યો છે. જે જબરસ્ત વાયરલ થયો છે અને સોશ્યલ મિડિયાના બધા પ્લેટફોર્મ પર ધૂમ પણ મચાવી રહ્યો છે. આ વિડિયોમાં ટેનિસ ખિલાડીએ સવારે વહેલા ઉઠવાનું દર્દ જણાવ્યું છે.

ટિકટૉક પર પોસ્ટ કરેલા વિડિયોમાં સાનિયા એક વૃધ્ધાના અવાજમાં બોલાતા ડાયલોગને લિપ-સિંક કરી રહી છે અને પુછે છે કે, 'તું સવારે આટલો જલ્દી કઈ રીતે ઉઠી જાય છે? તુ મજામાં તો છે ને? શું કોઈ તારો પીછો કરી રહ્યું છે? તુ દોડે છે? સવારે 7 વાગે!' તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, ના હું સવારે જલ્દી ઉઠવા વાળામાંથી નથી.



@mirzasaniar

Nope .. not a morning person ??

♬ original sound - Krystle Dsouza

સાનિયાનો આ વિડિયો સોશ્યલ મિડિયા પર ધુમ મચાવી રહ્યો છે. અત્યાર સુધી 6000 કરતા વધુ લાઈક્સ મળ્યા છે આ વિડિયોને.


સાનિયાએ દિકરાના જન્મ બાદ લગભગ બે વર્ષ પછી જાન્યુઆરી મહિનામાં જ ટેનિસ કોર્ટમાં એન્ટ્રી કરી હતી. પરંતુ કોરોનાને લીધે બધી મેચો સ્થગિત થવાથી તે અત્યારે ઘરે દિકરા અને પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2020 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK