સાનિયા મિર્ઝાએ શૅર કર્યો સુંદર ફોટો, થઈ ગયો વાઈરલ

Updated: Jul 24, 2019, 15:39 IST | મુંબઈ

ભારતની સુપરસ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શૅર કર્યો છે. સાનિયાએ આ ફોટાને પોતાનો અત્યાર સુધીનો સૌથી સુંદર ફોટો ગણાવ્યો છે.

Image Courtesy: Sania Mirza instagram
Image Courtesy: Sania Mirza instagram

ભારતની સુપરસ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શૅર કર્યો છે. સાનિયાએ આ ફોટાને પોતાનો અત્યાર સુધીનો સૌથી સુંદર ફોટો ગણાવ્યો છે. ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહેલી આ તસવીરમાં સાનિયા મિર્ઝા પોતાના પુત્ર ઈઝહાન સાથે દેખાઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં સાનિયા મિર્ઝાના પુત્ર ઈઝહાનને લઈ એવો ક્રેઝ ચાલી રહ્યો છે, જેવો મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી ઝીવા માટે છે.

તૈમુરને ટક્કર આપશે ઈઝહાન ?

પોતાનો સૌથી સુંદર ફોટો શૅર કરવાની સાથે સાથે સાનિયા મિર્ઝાએ આ ફોટો ક્લિક કરનાર ફોટોગ્રાફરનો પણ આભાર માન્યો છે. બ્લેક એન્ડ વ્હાઈટ વિન્ટેજ ફોટોમાં સાનિયા મિર્ઝા અને પુત્ર ઈઝહાન બંને સુંદર લાગી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફોટો અવિનાશ ગોવારિકરે પાડ્યો છે. ગોવારિકર ફેશન ફોટગ્રાફર છે. આ ફોટો જોયા બાદ લાગી રહ્યું છે કે ઈઝહાન હવે કરીના કપૂરના પુત્ર તૈમુરને ટક્કર આપવાની તૈયારી કરી રહ્યો છે.

ગત વર્ષે માતા બની હતી સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા ગત વર્ષે 30 ઓક્ટોબર 2018ના રોજ માતા બની હતી. ત્યાર બાદ તે સમયાંતરે સોશિયલ મીડિયા પર પોતાનો અને ઈઝહાનનો ફોટો શૅર કરે છે. લગભગ છ મહિનાના થઈ ચૂકેલા ઈઝહાનને જોવા માટે ફેન્સ પણ ઉત્સુક રહેતા હોય છે. એટલે જ જેવી સાનિયાએ આ તસવીર પોસ્ટ કરી કે તેના પર સંખ્યાબંધ લાઈક્સ અને કમેન્ટ આવવા લાગ્યા. પોસ્ટના ફક્ત 20 કલાકમાં જ આ ફોટાને ઈન્સ્ટાગ્રામ પર 3 લાખથી વધુ અને ટ્વિટર પર 38 હજારથી વધુ લાઈક મળ્યા હતા.

 
 
 
View this post on Instagram

Followed by some eid posing ... 👼🏽

A post shared by Sania Mirza (@mirzasaniar) onJun 5, 2019 at 7:19am PDT

હાલ સાનિયાએ લીધો છે બ્રેક

ઉલ્લેખનીય છે કે હાલ સાનિયા મિર્ઝાએ ટેનિસમાંથી બ્રેક લીધો છે. વર્લ્ડની નંબર વન ડબલ્સ ખેલાડી રહી ચૂકેલી સાનિયા 2017ના ઓક્ટોબર મહિનાથી જ બ્રેક લઈ ચૂકી છે. સાનિયાનું કહેવું છે કે તે ટોકિયો ઓલિમ્પિકમાં જ કમ બેક કરશે. આ પહેલા સાનિયા કહી ચૂકી છે કે તે પોતાના બાળક માટે ગર્ભાવસ્થા, માતા બનવા અને માતા પિતા તરીકે તમારા સપના પૂરા કરવાથી કોઈ રોકી ન શકે તેનું ઉદાહરણ બનવા માગે છે.

આ પણ વાંચોઃ સોશિયલ મીડિયા પર અફસોસ વ્યક્ત કરવો એ જ દેશભક્તિ?- સાનિયા મિર્ઝા

ટૂંક સમયમાં કરશે કમબેક

તમને જણાવી દઈે કે સેરેના વિલિયિમ્સ અને કિમ ક્લિજટર્સ જેવી દિગ્ગજ ખેલાડીઓ માતા બન્યા બાદ પણ ટેનિસ રમતી રહી છે. સેરેના વિલિયમ્સ તો 2017માં ઓસ્ટ્રેલિયન ઓપન રમી ત્યારે પણ કેટલાક સપ્તાહથી ગર્ભવતી હતી. બાદમાં તેણે 2018માં WTA ટૂરથી કમબેક કર્યું હતું. સાનિયા મિર્ઝા પહેલી એવી ભારતીય ખેલાડી છે જે WTA ટુર્નામેન્ટમાં સિંગલ્સનો ખિતાબ જીતી ચૂકી છે. તેમણે માર્ટિના હિંગસી સાથે ડબલ્સમાં ત્રણ ગ્રાન્ડસ્લેમ પણ જીત્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK