સાનિયા મિર્ઝાએ દીકરા ઇઝહાનના પહેલા જન્મદિવસે શૅર કરી સુંદર તસવીર

Updated: Oct 30, 2019, 20:03 IST | મુંબઈ ડેસ્ક

સાનિયાએ પોતાના દીકરાને ખાસ અંદાજમાં બર્થડે વિશ કર્યું છે.

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકનો દીકરો એક વર્ષનો થઈ ગયો છે. સાનિયા મિર્ઝાએ પોતાના દીકરા ઇઝહાનના પહેલા જન્મદિવસ પર એક તેની સુંદર તસવીર શૅર કરી છે. 30 ઑક્ટોબર 2019ના ઇઝહાન એક વર્ષનો થઈ ગયો છે. આ વાતની ખુશી સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા દ્વારા શૅર કરી છે.

પોતાના પહેલા બાળકના પહેલા જન્મદિવસ પર સાનિયા મિર્ઝાએ તેના શરૂઆતના દિવસોની તસવીરો શૅર કરતાં એક લાંબી પોસ્ટ પણ લખી છે. સાનિયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના દીકરાની તસવીર શૅર કરતાં બુધવારે 30 ઑક્ટોબરના લખ્યું છે કે જેણે આ દુનિયામાં જન્મ લીધો તો અમારી માટે તે એક અલગ જ સંસાર બની ગયો. સાનિયાએ પોતાના દીકરાને ખાસ અંદાજમાં બર્થડે વિશ કર્યું છે.

સાનિયા મિર્ઝાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, "બરાબર એક વર્ષ પહેલા તું આ સંસારમાં આવ્યો અને અમારો સંસાર બન્યો. તું જન્મના પહેલા દિવસે હસ્યો હતો અને જ્યાં પણ જાય છે પોતાની સ્માઇલ વિખેરતો જાય છે. મારો સૌથી સારો, સૌથી વ્હાલો દીકરો....I Love You અને હું વાયદો કરું છું કે છેલ્લા શ્વાસ સુધી તારી સાથે રહીશ. Happy Birthday My little angel. હું અલ્લાહને પ્રાર્થના કરું છું કે તું જે ઇચ્છે તે તને હંમેશા મળે."

આ પણ વાંચો : જુઓ કેટરીના કૈફ સાથે કામ કરી ચુકેલી કિંજલ રાજપ્રિયાના મનમોહક અંદાજ

32 વર્ષની સાનિયા મિર્ઝા 6 વાર ગ્રૈંડ સ્લેમ વિજેતા છે. મા બનતાં પહેલા જ સાનિયા ટેનિસ કોર્ટમાંથી બહાર છે. જો કે, હાલ તે કમબૅક માટે ઘણી મહેનત કરી રહી છે. સાનિયા મિર્ઝાએ વર્ષ 2010માં પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. હાલ, બન્ને દુબઇમાં રહે છે. સાનિયા મિર્ઝા એકાદ વાર પાકિસ્તાન પણ ગઈ છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK