સાનિયા મિર્ઝાએ 4 મહિનામાં ઘટાડ્યું 26 કિલો વજન, શૅર કર્યો ફિટનેસ વીડિયો

Published: Sep 27, 2019, 17:55 IST | મુંબઈ

સાનિયાએ સખત મહેનત અને અનુશાસનને કારણે પોતાની કાયાપલટ કરી લીધી છે. સાનિયાએ મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો છે. સાનિયાએ છેલ્લા 4 મહિનામાં 26 કિલો વજન ઘટાડ્યું છે.

સાનિયા મિર્ઝા
સાનિયા મિર્ઝા

દેશની ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા જ્યાં એક તરફ ટેનિસ કોર્ટમાં યુવાનો માટે પ્રેરણાં છે, તો હવે ફિટનેસના જગતમાં પણ તેણે અનેકોને ઉંઘમાંથી ઉઠાડવાનું કામ કર્યું છે. પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓનું વજન વધવું સામાન્ય બાબત છે. પણ નવી નવી માતા બનેલી સાનિયાએ સખત મહેનત અને અનુશાસનને કારણે પોતાની કાયાપલટ કરી લીધી છે. સાનિયાએ મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો છે. સાનિયાએ છેલ્લા 4 મહિનામાં 26 કિલો વજન ઘટાડ્યું છે.

વધ્યું હતું 23 કિલો વજન
સાનિયાએ ઇન્સ્ટા પર વીડિયો શૅર કરતાં જણાવ્યું કે તેનું વજન પ્રેગ્નેન્સી દરમિયાન 23 કિલો વધી ગયું હતું. સાનિયાએ જે વીડિયો શૅર કર્યો છે, તેમાં તે જિમમાં એક્સરસાઇઝ કરતી જોવા મળે છે. ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં સાનિયા મિર્ઝા અને શોએબ મલિક માતાપિતા બન્યા છે. સાનિયાએ દીકરાને જન્મ આપ્યો છે.

 
 
 
View this post on Instagram

We had documented little ‘tid bits from my post pregnancy journey back to being and feeling healthy and fit again .. I’ve been asked bout my ‘weight loss’ journey sooo many times .. how? When? Which? Where ? So I’ll try to post some of it here everyday or every few days .. I put on 23 kilos when I was pregnant and have managed to lose 26 in span of 4 months or so .. with a lot of hard work ,discipline and dedication .. I read msgs from women allll the time as to how they find it so difficult to come back to ‘normalcy’ after child birth and don’t take care of themselves or don’t find the motivation or inspiration .. Ladies, I just wanna say ... if I can do it then anyone else can too .. believe me that one hour or 2 hours a day to yourself will do wonders to you physically but sooo much mentally as well .. ❤️ remember - #Mummahustles 🙃 Ps- this is me after losing a bit of weight already after Izhaan was born .. roughly 2 and a half half months after I delivered ..

A post shared by Sania Mirza (@mirzasaniar) onSep 24, 2019 at 1:23am PDT


ઘણીવાર સાનિયાને મહિલાઓ પૂછે છે સાનિયાને પ્રશ્નો
સાનિયા મિર્ઝા લખે છે કે, "મને ઘણીવાર મારા વજન ઘટાડવાની યાત્રા વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પહેલા કે હું કંઇ કહું, હું નાનકડો એક વીડિયો શૅર કરવા માગીશ જે દર્શાવે છે કે મેં મારું વજન કેવી રીતે ઘટાડ્યું છે." સાનિયાએ જણાવ્યું કે તેને ઘણીવાર નવી બનેલી માતાઓના મેસેજિસ આવતાં હોય છે. મહિલાઓ ઘણીવાર તેમને પૂછ્યાં કરતી હોય છે કે બાળકને જન્મ આપ્યા પછી સામાન્ય કાયા કેવી રીતે મેળવી શકાય છે.

દરરોજ પોતાને આપો 1 થી 2 કલાક
સાનિયા લખે છે કે, "હું કહેવા માગું છું કે જો હું કરી શકું છું તો કોઇપણ કરી શકે છે. મારા પર ભરોસો કરો, દરરોજ પોતાને એકથી બે કલાક આપો. આ ફક્ત તમને શારીરિક રૂપે આશ્ચર્યચકિત કી દેશે, પણ માનસિકરીતે પણ તમને ખુશી આપશે. યાદ રાખો- #Mummahustles"

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK