હોબાર્ટ ઇન્ટરનૅશનલમાં સાનિયાનું વિનિંગ કમબૅક

Published: Jan 15, 2020, 15:56 IST | Hobart

ઇન્ડિયન ટેનિસ સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝાએ ગઈ કાલે જીત સાથે કમબૅક કર્યું છે.

સાનિયા મિર્ઝા
સાનિયા મિર્ઝા

ઇન્ડિયન ટેનિસ સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝાએ ગઈ કાલે જીત સાથે કમબૅક કર્યું છે. આ જીતને લીધે તેણે હોબાર્ટ ઇન્ટરનૅશનલની ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. સાનિયાએ આ ટુર્નામેન્ટમાં યુક્રેનની પાર્ટનર નાદિયા કિચેનોક સાથે મળીને ઓકસાના કાલાશનિકોવા અને મિયુ કાટોની જોડીને ૨-૬, ૭-૬(૩), ૧૦-૩થી પરાજય આપ્યો હતો. આ પ્લેયરો વચ્ચેની મૅચ લગભગ ૧૦૦ મિનિટ કરતાં વધારે ચાલી હતી. શરૂઆતમાં સાનિયા અને નાદિયાની ગેમ સારી નહોતી રહી, પણ પછીથી તેમણે કમબૅક કરીને મૅચ પોતાના નામે કરી લીધી હતી. સાનિયા ઑક્ટોબર ૨૦૧૭માં છેલ્લે ટુર્નામેન્ટ રમી હતી. આ જોડીનો મુકાબલો હવે ફાઇનલમાં વેનિયા કિન્ગ અને ક્રિસ્ટિના મૅક્‍હૅલ સાથે થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK