સંધુ જુનિયરે સંધુ સિનિયરની સિદ્ધિનું વાનખેડેમાં કર્યું ગજબનું અનુકરણ

Published: 22nd December, 2011 09:01 IST

૧૯૮૦માં મુંબઈના સ્વિંગ-સ્પેશ્યલિસ્ટ બલવિન્દર સંધુએ પ્રથમ ફસ્ર્ટ ક્લાસ મૅચમાં પાંચ વિકેટ લીધી હતી : ગઈ કાલે મુંબઈના યુવાન બલવિન્દર સંધુએ પણ કર્યા પાંચ શિકારહરિત એન. જોશી

મુંબઈ, તા. ૨૨

મુંબઈના ૨૪ વર્ષની ઉંમરના રાઇટી પેસબોલર બલવિન્દર સિંહ સંધુએ ૨૮ વર્ષ પહેલાંના વર્લ્ડ કપની ટ્રોફી ભારતને અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર બલવિન્દર સિંહ સંધુનું ગજબનું ગઈ કાલે અનુકરણ કર્યું હતું.

સંધુ (જુનિયર) તરીકે જાણીતા આ બોલરે ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ સામેની રણજી ટ્રોફીની છેલ્લી લીગ મૅચના પ્રથમ દિવસે પાંચ વિકેટ લીધી હતી. સંધુ (જુનિયર)ની આ પહેલી જ ફસ્ર્ટ-ક્લાસ મૅચ હતી. ૧૯૮૦માં એટલે ૩૧ વર્ષ પહેલાં મુંબઈના રાઇટી પેસબોલર બલવિન્દર સિંહ સંધુએ વાનખેડેમાં કરીઅરની પ્રથમ રણજી મૅચમાં ગુજરાત સામેની મૅચમાં પાંચ વિકેટ લીધી હતી.

સંધુ (સિનિયર)ની જેમ સંધુ (જુનિયર) પણ સ્વિંગ બોલર છે. સંધુ (સિનિયરે) ૧૯૮૦ની પ્રથમ ફસ્ર્ટ-ક્લાસ મૅચના પ્રથમ દિવસે ૫૯ રનમાં પાંચ શિકાર કર્યા હતા. ગઈ કાલે મૅચના પ્રથમ દિવસે સંધુ (જુનિયરે) ૬૬ રનમાં પાંચ વિકેટ લીધી હતી. તેના સાથીબોલર ક્ષેમલ વાયંગણકરે ત્રણ વિકેટ લીધી હતી જેના કારણે પંજાબની ટીમનો દાવ ૨૨૬ રનમાં સમેટાઈ ગયો હતો. બીજી ઓવરમાં ઈજા પામેલા આવિષ્કાર સાળવી અને રમેશ પોવારને એક-એક વિકેટ મળી હતી. રમતના અંતે મુંબઈના વિના વિકેટે બાવીસ રન હતા.

એકબીજાના સંબંધી નથી

સંધુ (સિનિયર) અને સંધુ (જુનિયર) કોઈ રીતે એકબીજાના સંબંધમાં નથી. જોકે બન્ને મુંબઈમાં જન્મેલા છે. ગઈ કાલે સંધુ (સિનિયરે) પોતાના જેવું નામ ધરાવતા યુવાન બોલરની સિદ્ધિ બદલ ખુશી વ્યક્ત કરતા ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બલવિન્દરની આ સિદ્ધિ બદલ મને ઘણો આનંદ થયો છે. તે ઘણો મહેનતુ પ્લેયર છે. તેની વષોર્ની મહેનત હવે રંગ લાવી રહી છે. મને ખાતરી છે કે તે મુંબઈનું નામ ખૂબ રોશન કરશે.’

સંધુ (જુનિયર) ખૂબ ટૅલન્ટેડ બોલર છે અને તે બોલિંગમાં વધુ અગ્રેસિવ અભિગમ અપનાવે એવું સંધુ (સિનિયર) ઇચ્છે છે.

૧૯૮૦ની મૅચમાં સંધુ (સિનિયરે) બીજી ઇનિંગ્સમાં ૩૫ રનમાં ૪ વિકેટ લઈને મુંબઈને એક ઇનિંગ્સથી જીત અપાવી હતી.

સરખામણી ન કરો : સંધુ (જુનિયર)

સંધુ (જુનિયરે) ‘મિડ-ડે’ને પોતાની અનોખી સિદ્ધિની ચર્ચામાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મને આ રેકૉર્ડથી ખૂબ ખુશી થઈ છે, પરંતુ મહેરબાની કરીને મને સંધુ (સિનિયર) સાથે નહીં સરખાવતા. તેઓ મહાન ક્રિકેટર છે અને મારી તો હજી શરૂઆત થઈ છે. હું પ્રથમ ફસ્ર્ટ-ક્લાસ મૅચમાં પાંચ વિકેટ લઈશ એવી મેં કલ્પના પણ નહોતી કરી.’

ગઈ કાલે પ્રથમ દિવસે બીજી રણજી લીગ મૅચોમાં શું બન્યું?

હરિયાણા સામે પાર્થિવનો ઝીરો

સુરતમાં ગુજરાત સામે હરિયાણા માત્ર ૨૦૭ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું અને પછી ગુજરાતે ૪૬ રનમાં કૅપ્ટન પાર્થિવ પટેલની વિકેટ ગુમાવી હતી. પાર્થિવ પહેલા જ બૉલમાં આઉટ થયો હતો.

ઇરફાનને ગાંગુલીએ આઉટ કયોર્

વડોદરામાં બેન્ગાલ સામે બરોડાએ ૨૮૪ રનમાં ૯ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમમાં રાકેશ સોલંકીના ૭૩ રન હાઇએસ્ટ હતા. અશોક ડિન્ડાએ પાંચ વિકેટ લીધી હતી. જોકે ઇરફાન પઠાણ (૪૨)ની વિકેટ સૌરવ ગાંગુલીને મળી હતી. ગાંગુલીએ કુલ બે વિકેટ લીધી હતી.

સૌરાષ્ટ્રની મૅચમાં ૧૮ વિકેટ પડી : જાડેજા ચમક્યો

દિલ્હીમાં સૌરાષ્ટ્ર માત્ર ૧૭૫ રને ઑલઆઉટ થઈ ગયા પછી રેલવેની ૭૧ રનમાં ૮ વિકેટ પડી હતી. આમ, આખા દિવસમાં ૧૮ વિકેટ પડી હતી જે બદલ સૌરાષ્ટ્રના કોચ દેબુ મિત્રાએ રેલવેના આ મેદાનના સત્તાધીશોની ટીકા કરી હતી. દિલ્હીની આઠમાંથી છ વિકેટ રવીન્દ્ર જાડેજાએ બાવીસ રનમાં લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK