બૅટ્સમૅન ફિલ હ્યુઝ માટે આપ્યું અનોખું બલિદાન

Published: 2nd December, 2014 06:08 IST

ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં એક ડોમેસ્ટિક મૅચમાં એક ક્રિકેટરે ફિલિપ હ્યુઝને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.


વિક્ટોરિયામાં રમાયેલી આ ક્લબ મૅચ દરમ્યાન હેડન ક્લબના કૅપ્ટન શૉન મૅક્આર્થરે ડેલાકૉમ્બ સામે ૨૨૦ રન બનાવ્યા હતા. દરમ્યાન અચાનક તેણે સ્કોરર્બોડ તરફ જોયું અને તરત જ પૅવિલિયન તરફ ચાલ્યો ગયો હતો અને તેણે પોતાની ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી હતી. એમ કરવાથી તે ક્લબ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો વિક્રમ નહોતો કરી શક્યો. એ વખતે તેની ટીમના ખેલાડીઓને આંચકો લાગ્યો હતો, પરંતુ સ્કોર તરફ  જોતાં તેઓ પણ તાળી પાડી ઊઠ્યા હતા.

જ્યારે દાવ ડિક્લેર કર્યો ત્યારે ટીમનો સ્કોર ૪૦૮ રન હતો. વળી એ સમયે ૬૩ ઓવર નાખવામાં આવી હતી. ફિલિપ હ્યુઝને માથામાં બૉલ વાગ્યો ત્યારે સ્કોર હતો ૬૩ અને તે ઑસ્ટ્રેલિયા વતી ટેસ્ટ રમનારો ૪૦૮મો ખેલાડી હતો. જ્યારે સ્કોરર્બોડ પર તેણે ૪૦૮ અને ૬૩નો અનોખો સંગમ જોયો ત્યારે તેણે પાતાની ઇનિંગ્સ હ્યુઝના નામે કરી દીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK