IPL 2019:સૅમ કરનની હેટ્રિકની સાથે પંજાબનો ઐતિહાસિક વિજય

Apr 01, 2019, 23:49 IST

દિલ્હીને હરાવીને આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબે સતત બીજી જીત મેળવી છે. આ સાથે જ પંજાબ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે પહોંચી ચૂક્યુ છે.

IPL 2019:સૅમ કરનની હેટ્રિકની સાથે પંજાબનો ઐતિહાસિક વિજય
સેમ કરને લીધી હેટ્રિક (તસવીર સૌજન્યઃiplt20.com)

દિલ્હીને હરાવીને આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબે સતત બીજી જીત મેળવી છે. આ સાથે જ પંજાબ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે પહોંચી ચૂક્યુ છે. માંકડિંગ વિવાદ બાદ પંજાબે સતત બીજી મેચ જીતીને આત્મવિશ્વાસ પરત મેળવ્યો છે. પંજાબ તરફથી ઈંગ્લેન્ડના યુવા બોલર સેમ કરને છેલ્લી ઓવરમાં હેટ્રિકની સાથે 4 વિકેટ ઝડપી હતી. અને અશ્વિને 2 વિકેટ ઝડપીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. પહેલી ઈનિંગમાં બેટ્સમેનોએ અને બીજી ઈનિંગમાં બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને પંજાબને જીત સુધી પહોંચાડ્યું.

ashwin

આર. અશ્વિન (તસવીર સૌજન્યઃiplt20.com)

દિલ્હી કેપિટલ્સે બેટિંગમાં નબળું પ્રદર્શન કર્યું. 167 રનના ટાર્ગેટનો પીછો કરનાર પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. આગલી મેચમાં 1 રન માટે સદી ચૂકી જનાર પૃથ્વી શૉને પંજાબના સુકાની અશ્વિને પહેલા બોલે જ પેવેલિયન ભેગા કરી દીધા હતા. જો કે ત્યાર બાદ કપ્તાન શ્રેયસ ઐયર અને શિખર ધવને ટીમની બાજી સંભાળતા બીજી વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી. શિખર ધવને 25 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા અને શ્રેયસ ઐય્યરે 22 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું.

જો કે પહેલા વિજયને શ્રેયસ ઐય્યર અને બાદમાં અશ્વિને ધવનને આઉટ કરતા ફરી દિલ્હી મુશ્કેલીમાં મુકાયું. ફરી એકવાર રિષભ પંત અને કોલીન ઈન્ગ્રામે અનુક્રમે 39 અને 38 રન બનાવીને ટીમને સંભાળવાની કોશિશ કરી. પરંતુ આ બંને ખેલાડી આઉટ થયા બાદ ટીમની પડતી શરૂ થઈ, અને દિલ્હીના બેટ્સમેનોએ જાણે પંજાબના બોલર્સ સામે ઘૂંટણીયા ટેકવી દીધા. 167 રનના ટાર્ગેટ સામે દિલ્હી કેપિટલ્સ માત્ર 152 રન બનાવી શક્યું હતું.

આ પહેલા પહેલી ઈનિંગમાં પહેલા કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ખરાબ રહી હતી અને પંજાબે માત્ર 15 રને જ એક વિકેટ ગુમાવી હતી. પંજાબનો વિકેટ પડવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. પંજાબની બીજી વિકેટ 36 રને અને ત્રીજી વિકેટ 58 રને પડી હતી. જો કે બાદમાં સરફરાઝ ખાન અને ડેવિડ મિલરે બાજી સંભાળી. સરફરાઝ ખાને 29 બોલમાં 39 રન અને ડેવિડ મિલરે 30 બોલમાં 43 રન ફટકાર્યા હતા. જેના સહારે પંજાબે 166 રન બનાવ્યા હતા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK