Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મૅન્ચેસ્ટર યુનાઇટેડની મૅચ હું ધોનીની રૂમમાં જોતો હતો : સૅમ બિલિન્ગ્સ

મૅન્ચેસ્ટર યુનાઇટેડની મૅચ હું ધોનીની રૂમમાં જોતો હતો : સૅમ બિલિન્ગ્સ

04 August, 2020 01:37 PM IST | Mumbai
IANS

મૅન્ચેસ્ટર યુનાઇટેડની મૅચ હું ધોનીની રૂમમાં જોતો હતો : સૅમ બિલિન્ગ્સ

 સૅમ બિલિન્ગ્સે તેના ચેન્નઈ સુપર કિંગ્સના બે વર્ષના અનુભવ વિશે વાત કરી હતી

સૅમ બિલિન્ગ્સે તેના ચેન્નઈ સુપર કિંગ્સના બે વર્ષના અનુભવ વિશે વાત કરી હતી


ઇંગ્લૅન્ડના ક્રિકેટર સૅમ બિલિન્ગ્સનું કહેવું છે કે હું મહેન્દ્ર સિંહ ધોનીની રૂમમાં બેસીને મૅન્ચેસ્ટર યુનાઇટેડની ફુટબૉલ મૅચ જોતો હતો. સૅમ બિલિન્ગ્સે તેના ચેન્નઈ સુપર કિંગ્સના બે વર્ષના અનુભવ વિશે વાત કરી હતી. એ દરમ્યાન તેણે ભારત અને વિદેશના અન્ય પ્લેયર્સ સાથે મળીને પોતાની ગેમ ખૂબ સુધારી હતી. આ વિશે વાત કરતાં બિલિન્ગ્સે કહ્યું હતું કે ‘વિદેશી પ્લેયર્સ અને ઇન્ડિયન સ્ટાર્સ પાસેથી શીખવાનો અનુભવ ખૂબ જ અદ્ભુત રહ્યો હતો. ધોની કરતાં મોટો સ્ટાર કોઈ જ નથી અને તેની પાસેથી ઘણું શીખી શકાય છે. તેના દિમાગથી કામ કરવા માટે તેણે જે માહોલ બનાવ્યો હતો એ મારા માટે ખૂબ જ સારું હતું.’
મૅન્ચેસ્ટર યુનાઇડેટને લઈને ધોની અને બિલિન્ગ્સ વચ્ચે એક અદ્ભુત બૉન્ડ બન્યું હતું. આ વિશે બિલિન્ગ્સે કહ્યું હતું કે ‘હું બહુ જ મોટો યુનાઇટેડ ફૅન છું અને એનાથી મને ખૂબ મદદ મળી હતી, કારણ કે હું પણ ખૂબ મોટો ફૅન છું. તે મને હંમેશાં આમંત્રણ આપતો હતો. મૅચ જ્યારે પણ રમાતી હતી ત્યારે હું ધોનીની રૂમમાં તેની સાથે મૅચ જોતો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2020 01:37 PM IST | Mumbai | IANS

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK