સાઇના નેહવાલનો વિઝા-ઇશ્યુ 24 કલાકમાં સૉલ્વ

Published: Oct 09, 2019, 14:41 IST | નવી દિલ્હી

સાઇના નેહવાલે તેની ટુર્નામેન્ટ માટે ઊભા થયેલા વિઝાના ઇશ્યુને લઈને એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરની મદદ માગી હતી.

સાઇના નેહવાલ
સાઇના નેહવાલ

સાઇના નેહવાલે તેની ટુર્નામેન્ટ માટે ઊભા થયેલા વિઝાના ઇશ્યુને લઈને એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરની મદદ માગી હતી. આ ઇશ્યુ ફક્ત ૨૪ કલાકમાં સૉલ્વ કરી દેવામાં આવ્યો હતો. ડેન્માર્ક ઓપનની શરૂઆતના એક અઠવાડિયા પહેલાં સાઇના અને તેના ટ્રેઇનરના વિઝા હજી સુધી પ્રોસેસ કરવામાં નહોતા આવ્યાં. ડેન્માર્ક ઓપનમાં સાઇના ગયા વર્ષે રનર-અપ રહી હતી. ઑક્ટોબરની ૧૫થી ૨૦મી દરમ્યાન તેની ડેન્માર્કના ઓડેન્સમાં મૅચ છે. આ વિશે સાઇનાએ ટ્વીટ કર્યું હતું, ‘ડેન્માર્ક માટે મને અને મારા ટ્રેઇનરને અર્જન્ટ વિઝાની જરૂર છે. ઓડેન્સમાં આવતા અઠવાડિયે મારી ટુર્નામેન્ટ છે અને હજી સુધી અમારા વિઝાની પ્રોસેસ નથી થઈ. આવતા અઠવાડિયે મંગળવારે અમારી મૅચ શરૂ થવાની છે, એસ. જયશંકર સર.’

આ પણ વાંચો : સાઈના નેહવાલ પર બનનારી બાયોપિકનો ફર્સ્ટ લુક જાહેર : સાઈનાએ પરિણીતીને પાઠવી શુભેચ્છા

આ ટ્વીટ બાદ સરકારે તરત જ એના પર કામ કર્યું હતું અને ૨૪ કલાકમાં એ પ્રોસેસ શરૂ થઈ ગઈ હતી. ડેન્માર્કની એમ્બેસીના નવા નિયમ મુજબ ઍપ્લિકેશન કરનારે ત્યાં હાજર રહેવું જરૂરી છે. જોકે ગવર્નમેન્ટની એન્ટ્રીથી આ ઇશ્યુ સૉલ્વ થઈ ગયો હતો. આ વિશે સાઇનાએ ટ્વીટ કર્યું હતું, ‘આજે હૈદરાબાદમાં વિઝાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. અશક્યને શક્ય બનાવવા માટે એસ. જયશંકર સરનો આભાર. રજાના દિવસે પણ કામ કરવા બદલ ડેન્માર્કની સરકારનો પણ આભાર. શુક્રવારે ફ્લાઇટ છે એ પહેલાં વિઝા મળી જાય એની આશા રાખું છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK