સાઇના બે દિવસમાં બે મૅચ હારી : સેમીની રેસમાંથી લગભગ બહાર

Published: 14th December, 2012 06:18 IST

લંડન ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારતની વલ્ર્ડ નંબર થ્રી બૅડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલ બીડબ્લ્યુએફ (બૅડમિન્ટન વલ્ર્ડ ફેડરેશન) વલ્ર્ડ સુપર સિરીઝ ફાઇનલ્સ નામની ટુર્નામેન્ટમાં છેલ્લા બે દિવસમાં ગ્રુપ ‘બી’ની બન્ને મૅચ હારી ગઈ હોવાથી હવે સેમી ફાઇનલ માટેની દોડમાંથી તે લગભગ બહાર ફેંકાઈ ગઈ છે.


શેન્ઝેન (ચીન) : ગઈ કાલે તે થાઇલૅન્ડની રૅચનૉક ઇન્ટૅનન સામે ૧૩-૨૧, ૧૬-૨૧થી હારી ગઈ હતી. બુધવારે તેનો ડેન્માર્કની ટાઇન બૉન સામે ૧૪-૨૧, ૨૧-૧૧, ૧૯-૨૧થી પરાજય થયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK