સાઇનાનું લકી શટલકૉક ૨૨ હજાર રૂપિયાનું
શનિવારે લંડન ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ માટેની મૅચમાં સાઇના નેહવાલ અને ચીનની ઝિન વાન્ગ જે શટલકૉકથી રમી હતી એની આયોજકો દ્વારા હરાજી થઈ રહી છે અને ગઈ કાલે સાંજે ઑક્શનની શરૂઆતમાં એની કિંમત ૨૫૦ પાઉન્ડ (અંદાજે બાવીસ હજાર) મૂકવામાં આવી હતી.
‘ધ સન’ અખબારના રિપોર્ટ મુજબ ટેનિસની સિંગલ્સની ફાઇનલમાં ઇંગ્લૅન્ડના ઍન્ડી મરેએ વલ્ર્ડ નંબર વન રોજર ફેડરરને હરાવ્યો હતો. એ મૅચના બૉલની કિંમત ૩૫૫ પાઉન્ડ (૩૧,૦૦૦ રૂપિયા) બોલાતી હતી.