વર્લ્ડ કપમાં અજમલના રમવાના ચાન્સ ફિફ્ટી-ફિફ્ટી

Published: 7th October, 2014 05:50 IST

સકલૈન મુશ્તાકના અધ્યક્ષપદમાં નિષ્ણાતોની ટીમ પણ સ્પિનર સાથે કામ કરી રહી છે : શહરયાર ખાન


શંકાસ્પદ બોલિંગ-ઍક્શનને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એવા પાકિસ્તાની બોલર સઈદ અજમલ વિશે વાત કરતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શહરયાર ખાને કહ્યું હતું કે ‘સ્પિનર સઈદ અજમલ પોતાની ઍક્શન સુધારવાનો પૂરતો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ તેના માટે વર્લ્ડ કપની પાકિસ્તાનની ટીમના સભ્ય બનવું એક કઠિન કામ છે. તે ઘણી મહેનત કરી રહ્યો છે. સક્લૈન મુશ્તાકના અધ્યક્ષપદમાં નિષ્ણાતોની ટીમ પણ તેની સાથે કામ કરી રહી છે.’

જોકે તેણે શહરયાર ખાનને કહ્યું હતું કે ‘સર, મને ખબર છે કે ભૂલ ક્યાં થઈ છે. હું એને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યો છું.’

શહરયાર ખાને કહ્યું હતું કે ‘તે પોતાની કોણીના ઍન્ગલને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યો છે એમ છતાં એ નિયમ મુજબ માન્ય નથી. આમ તે પાકિસ્તાન વતી રમે એવી ૫૦ ટકા શક્યતા રહેલી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK