પિતા સચિન જેવી જ આક્રમક રમત : અર્જુને એકલા હાથે અપાવી જીત

Published: 18th October, 2011 16:59 IST

ગઈ કાલે આઝાદ મેદાનમાં એક પછી એક ક્લાસિક શૉટ ફટકારી રહેલા ૧૨ વર્ષના આ બાળક્રિકેટરનું નામ છે અર્જુન સચિન તેન્ડુલકર. પિતા સાથે ક્રિકેટના મેદાનમાં અવારનવાર દેખાતો અજુર્ન કોઈ મૅચમાં આ રીતે બૅટિંગ કરતો પહેલી જ વાર જોવા મળ્યો છે.

 

 

રમતમાં સચિન જેવી જ કલાત્મકતા ધરાવતા અર્જુનમાં ફરકમાત્ર એટલો જ છે કે તે લેફ્ટી બૅટ્સમૅન છે. બાંદરાની ધીરુભાઈ અંબાણી સ્કૂલ માટે રમતા અર્જુને ગઈ કાલે પોતાની ટીમને એકલે હાથે કઈ રીતે જીત અપાવી.

અન્ડર-૧૪ ઇન્ટર-સ્કૂલ્સ T20 ટુર્નામેન્ટની મૅચમાં હરીફ ટીમને આપેલી જબરદસ્ત લડતવાળી ઇનિંગ્સ દરમ્યાન રનઆઉટ થતાં બચી જતો (ઉપર) સચિન તેન્ડુલકરનો ૧૨ વર્ષનો પુત્ર અર્જુન. તેને પડી જવાને કારણે હાથમાં ઈજા (જમણે) થઈ હતી છતાં તે પાછો રમ્યો હતો. જુનિયર તેન્ડુલકર બાંદરા (ઈસ્ટ)ની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલ વતી એસસીએનએસ સ્કૂલ સામેની મૅચમાં રમ્યો હતો. અર્જુને અણનમ ૪૫ રન કર્યા હતા. ત્યાર બાદ પેટ ભરીને નાસ્તો કર્યા બાદ ફીલ્ડિંગ માટે સાથીઓ ભેગો મેદાન પર ઊતર્યો હતો અને માત્ર ૧૫ રનમાં ચાર વિકેટ લઈને પોતાની સ્કૂલની ટીમને શાનદાર વિજય અપાવ્યો હતો.

 

 

 

 

 

 

તસવીરો : સુરેશ કે. કે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK