સચિન માટે ઑસ્ટ્રેલિયાનાં વડાં પ્રધાને જાહેર કર્યો પુરસ્કાર

Published: 17th October, 2012 02:45 IST

ઑર્ડર ઑફ ઑસ્ટ્રેલિયાની વિશિષ્ટ પદવીથી નવાજવાની તેમણે જાહેરાત કરતાં જ ઑસ્ટ્રેલિયન ક્રિકેટપ્રેમીઓએ તેમને ભજી-સાયમંડ્સના વિવાદમાં માસ્ટર બ્લાસ્ટરે ભજવેલી ભૂમિકાની યાદ અપાવીનવી દિલ્હી: વિશ્વભરના ક્રિકેટરોમાંથી માત્ર ત્રણ નૉન-ઑસ્ટ્રેલિયન પ્લેયરો ગૅરી સોબર્સ, ક્લાઇવ લૉઇડ અને બ્રાયન લારાને વેસ્ટ ઇન્ડીઝના ઑસ્ટ્રેલિયા સાથેના સંબંધો મજબૂત કરવામાં મોટું યોગદાન આપવા બદલ એનાયત કરવામાં આવેલી ઑર્ડર ઑફ ઑસ્ટ્રેલિયાની મેમ્બરશિપની વિશિષ્ટ પદવી થોડા દિવસમાં સચિન તેન્ડુલકરને પણ આપવામાં આવશે. જોકે ભારતના પ્રવાસે આવેલાં ઑસ્ટ્રેલિયાનાં વડાં પ્રધાન જુલિયા ગિલાર્ડે ગઈ કાલે દિલ્હીમાં પત્રકારો સમક્ષ આ જાહેરાત કર્યા બાદ થોડી જ વારમાં સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર ઑસ્ટ્રેલિયન સરકારના આ નિર્ણય સામે ઘણા ઑસ્ટ્રેલિયન ક્રિકેટપ્રેમીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

ગઈ કાલે ઑસ્ટ્રેલિયાના ‘હેરલ્ડ સન’ અખબારની વેબસાઇટ પર સચિન માટેના આ પુરસ્કાર વિશે મત લેવામાં આવ્યા હતા જેમાં ૪૩.૭૯ લોકોએ સચિનની તરફેણમાં અને ૫૬.૨૧ લોકોએ વિરુદ્ધમાં વોટ આપ્યા હતા.

૨૦૦૮માં સિડનીટેસ્ટ દરમ્યાન હરભજન સિંહે ઍન્ડ્ર્યુ સાયમંડ્સને મન્કી કહીને ઉશ્કેર્યો હોવાના આક્ષેપે ખળભળાટ મચાવ્યો હતો. સચિન આ ઘટના વખતે મેદાન પર હતો અને ભજી ખરેખર શું બોલ્યો હતો એવું ત્યારે સચિનને સાક્ષી તરીકે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે ભજી હિન્દીમાં ‘તેરી માં કી’ બોલ્યો હતો અને સાયમંડ્સે કદાચ આ અપશબ્દોને મન્કી તરીકે માની લીધા હશે.

સચિનના એ અભિગમ બદલ ઑસ્ટ્રેલિયન લોકોને હજી પણ તેના પર ગુસ્સો છે.

ઑર્ડર ઑફ ઑસ્ટ્રેલિયા શું છે?

ઑર્ડર ઑફ ઑસ્ટ્રેલિયા એવી પદવી છે જેની મેમ્બરશિપ મોટા ભાગે અનેરી સિદ્ધિ મેળવનાર અથવા સમાજને પ્રશંસનીય યોગદાન આપનાર ઑસ્ટ્રેલિયન નાગરિકને જ આપવામાં આવે છે. જોકે ખાસ કિસ્સાઓમાં બિન-ઑસ્ટ્રેલિયનને પણ આ સન્માન આપવામાં આવતું હોય છે. ઑસ્ટ્રેલિયાના કેબિનેટ પ્રધાન સાયમન ક્રેઅન થોડા દિવસમાં ભારત આવશે ત્યારે તેમના હાથે સચિનને આ વિશેષ પદવી એનાયત થશે.

સચિન ચોથો બિન-ઑસ્ટ્રેલિયન પ્લેયર

ભારતના ભૂતપૂર્વ ઍટર્ની જનરલ સોલી સોરાબજીને ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેના કાનૂની સંબંધો મજબૂત કરવા બદલ ૨૦૦૬માં આ મેમ્બરશિપથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ રીતે સચિન આ સભ્યપદ મેળવનાર બીજો ભારતીય બનશે.

કાંગારૂઓ સામેની મૅચ હાઇએસ્ટ


સચિન ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ અને વન-ડે મળીને ૧૦૬ મૅચ રમ્યો છે જે આ દેશ સામે રમેલા પ્લેયરોમાં સૌથી વધુ છે. આ દેશ સામેના તેના ૩૪૩૮ રન ઇંગ્લૅન્ડના હાઇએસ્ટ ૩૬૩૬ રન પછી બીજા નંબરે છે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK