Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આ બૉલરનો દાવો - સચિનને કારણે મળી મારી નાખવાની ધમકી

આ બૉલરનો દાવો - સચિનને કારણે મળી મારી નાખવાની ધમકી

08 June, 2020 07:28 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ બૉલરનો દાવો - સચિનને કારણે મળી મારી નાખવાની ધમકી

સચિન તેંદુલકર

સચિન તેંદુલકર


ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા ફાસ્ટ બૉલર ટિમ બ્રેસનેને દાવો કર્યો છે કે 2011માં ઓવલ ટેસ્ટ દરમિયાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરને 100મું આંતરરાષ્ટ્રીય શતક બનાવવા માટે અસફળ કર્યા પછી ઑસ્ટ્રેલિયન અમ્પાયર રૉડ ટકરને મારી નાખવામાં આવશે તેવી ધમકી મળી હતી. સચિન તેંદુલકર આ મેચમાં શતક બનાવી શક્યા નહોતા અને જો તેમણે શતક બનાવી લીધું હોત તો આ તેમનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100મો શતક હોત.

ટિમ બ્રેસનેને કહ્યું કે 2011 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ તેંદુલકરે પોતાનું 99મું આંતરરાષ્ટ્રીય શતક પૂરું કર્યું હતુ અને ઓવલમાં ચોથી ટેસ્ટની બીજી ઇનિંગમાં તે જ્યારે 91 રન્સ બનાવીને રમી રહ્યા હતા ત્યારે તેમના બૉલ પર ઑસ્ટ્રેલિયન અમ્પાયર રોજ ટકરે આ બેટ્સમેનને LBW આઉટ આપ્યું હતું.



ટિમ બ્રેસનેને 'યૉર્કશર ક્રિકેટ: કવર્સ ઑફ' પૉડકાસ્ટ દરમિયાન કહ્યું, "તે બૉલ લગભગ લેગ સાઇડ બહાર જતો હતો અને ઑસ્ટ્રેલિયાના અમ્પાયર ટકરે તેને આઉટ આપી દીધું."


સચિન તેંદુલકર 80ની આસપાસ (હકીકતે 91) રન કરીને રમતા હતા અને તેમણે સેન્ચુરી મારી જ હોત. અમે સિરીઝ જીત્યા અને વિશ્વની નંબર વન ટીમ બન્યા.

ટિમ બ્રેસનેને કહ્યું, "અમને બન્નેને મારી નાખવાની ધમકી મળી, મને અને તે અમ્પાયરને, તેના પછી ઘણીવાર મારી નાખવાની ધમકી મળતી રહી. મને ટ્વિટર પર ધમકી મળી અને તેને લોકોએ ઘરના એડ્રેસ પર પત્ર લખ્યા. મારી નાખવાની ધમકી સાથે લખ્યું હતું કે તેં તેમને આઉટ કેવી રીતે આપ્યું. બૉલ લેગ સાઇડથી બહાર જતો હતો."


બ્રેસનેન પ્રમાણે આ ધમકીઓ જોતાં ટકરને પોતાની સુરક્ષા વધારવી પડી. તેમણે કહ્યું, "અમુક મહિના પછી તેઓ મને મળ્યા અને કહેવા લાગ્યા કે, મારે સુરક્ષા ગાર્ડ રાખવો પડ્યો. ઑસ્ટ્રેલિયામાં તેમના ઘરની આસપાસ પોલીસની સુરક્ષા હતી."

સચિન તેંદુલકર આના પછી 2012 એશિયા કપ દરમિયાન બાંગ્લાદેશ વિરુદ્ધ શતક રમીને પોતાના શતકનું શતક પૂરું કર્યું. ઑક્ટોબર 2013માં સંન્યાસ લેનારા તેંદુલકર 100 આંતરરાષ્ટ્રીય શતક મારનારા વિશ્વના એકમાત્ર બૅટ્સમેન છે. તેમના ટેસ્ટમાં 15921 અને વનડેમાં 18426 રન છે.

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2020 07:28 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK