World Cup 2019 : સચિને પાટલી બદલી, ટીકા બાદ હવે ધોનીનું કર્યું સમર્થન

London | Jul 03, 2019, 22:49 IST

ધોની માટે સારા સમાચાર આવી રહ્યા છે. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર ધોનીનું સમર્થન કર્યું છે. ધોનીની ધીમી બેટીંગના કારણે ચાહકો તેની આલોચના કરી રહ્યા હતા. ત્યારે સચિને દોનીનું સમર્થન કર્યું હતું.

World Cup 2019 : સચિને પાટલી બદલી, ટીકા બાદ હવે ધોનીનું કર્યું સમર્થન
ધોની અને સચિન (PC : Getty Images)

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019 ધોની માટે ખાસ રહેશે. કારણ કે મળી રહેલ સમાચાર પ્રમાણે ધોનીનો આ કદાચ છેલ્લો વર્લ્ડ કપ હશે. ત્યારે ધોની માટે સારા સમાચાર આવી રહ્યા છે. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર ધોનીનું સમર્થન કર્યું છે. ધોનીની ધીમી બેટીંગના કારણે ચાહકો તેની આલોચના કરી રહ્યા હતા. ત્યારે સચિને દોનીનું સમર્થન કર્યું હતું.


બાંગ્લાદેશ સામેની મેચ બાદ સચિને ધોનીનો બચાવ કરતા કહ્યું કે, તેણે પરિસ્થિતિ અનુસાર બેટિંગ કરી. અનુભવી બેટ્સમેન ધોનીએ બાંગ્લાદેશ વિરુદ્ધ 33 બોલ પર 35 રનની ઈનિંગ રમી હતી. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર ફેન્સના નિશાને આવી ગયો હતો.

સચિને શું કહ્યું ધોનીના સમર્થનમાં જાણો
એક ઈન્ટરવ્યૂમાં સચિન તેંડુલકરે જણાવ્યું કે, 'મને લાગે છે કે તે એક મહત્વપૂર્ણ ઈનિંગ હતી અને તેણે (ધોનીએ) તે કર્યું જેની ટીમને જરૂર હતી. જો તે 50મી ઓવર સુધી ક્રીઝ પર ટકે છે તો ફરી બાકી બેટ્સમેનોની મદદ કરી શકે છે. તેની પાસે તે આશા હતી અને તેણે તેજ કર્યું.'

ધોનીએ ઈંગ્લેન્ડ સામે પણ 32 બોલ પર અણનમ 41 રન બનાવ્યા હતા. મેચ ભારતીય ટીમ હારી ગઈ હતી. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝની મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ ધોનીનો બચાવ કરતા કહ્યું હતું કે તે આ રમતનો દિગ્ગજ છે અને તેને ઘણી સમજ છે. કોહલીએ કહ્યું કે, ધોનીએ ટીમને ઘણી મેચમાં વિજય અપાવ્યો છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

અફઘઆનિસ્તાન સામે બેટિંગની થઈ હતી ટીકા 
અફઘાનિસ્તાન સામે રમેલી 52 બોલમાં 28 રનની ઈનિંગની ખૂબ આલોચના થઈ હતી. તેની આ ઈનિંગથી ન માત્ર ફેન્સ પરંતુ સચિન તેંડુલકર પણ ઘણા નિરાશ થયા હતા. ઈંગ્લેન્ડ સામે અંતિમ ઓવરોમાં મોટા શોટ્સ ન લગાવવાને કારણે ધોનીની ટીકા થઈ હતી. વિશ્વ કપમાં સતત સ્પિનરોની સાથે ધોની સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશ સામે પણ મેચમાં ધઓની પોતાના સહજ અંદાજમાં જોવા ન મળ્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK