Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બૅટ્સમૅન માટે હેલ્મેટ ફરજિયાત કરો : તેન્ડુલકર

બૅટ્સમૅન માટે હેલ્મેટ ફરજિયાત કરો : તેન્ડુલકર

04 November, 2020 12:14 PM IST | New Delhi
PTI

બૅટ્સમૅન માટે હેલ્મેટ ફરજિયાત કરો : તેન્ડુલકર

સચિન તેન્ડુલકર

સચિન તેન્ડુલકર


બૅટ્સમૅનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ક્રિકેટજગતના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલને લેવલ પર રમતા બૅટ્સમૅન માટે હેલ્મેટ ફરજિયાત કરવાની માગણી કરી છે. વાસ્તવમાં સચિન તેન્ડુલકરે એક વિડિયો શૅર કર્યો હતો જેમાં પંજાબના ફીલ્ડર નિકોલસ પૂરનને બૉલ ફેંકવામાં આવે છે અને એ હૈદરાબાદના ઑલરાઉન્ડર વિજયશંકરને માથામાં વાગે છે. આ વિડિયો વાસ્તવમાં આઇપીએલની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. માથામાં બૉલ વાગતાં શંકર ગ્રાઉન્ડમાં પડી ગયો હતો અને ફિઝિયોથેરપિસ્ટ દોડતા મેદાનમાં પહોંચી ગયા હતા. નસીબજોગ વિજયશંકરે હેલ્મેટ પહેરી હતી.
સચિને ટ્વિટ કરતાં જણાવ્યું કે ‘રમત ઝડપી છે, પણ શું એ સુરક્ષિત છે? તાજેતરમાં આપણે એક એવી ઘટના જોઈ હતી. સ્પિનર હોય કે પેસર, પ્રોફેશનલ લેવલ પર રમતા બૅટ્સમૅન માટે હેલ્મેટ પહેરવી જરૂરી છે. હું આઇસીસીને વિનંતી કરું છું કે તેઓ આ મુદ્દાને પ્રાથમિકતા આપે.’


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2020 12:14 PM IST | New Delhi | PTI

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK