Manchester : ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપ 2019માં અત્યાર સુધી એક પણ મેચ નહીં હારનાર ભારતીય ટીમનો હવે પછીનો સામનો 27 જુનના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે થશે. મહત્વનું છે કે વેસ્ટ ઇન્ડિઝની ટીમ વર્લ્ડ કપમાં સેમી ફાઇનલની રેસમાંથી બહાર થઇ ગઇ છે. પરંતુ વેસ્ટ ઇન્ડિઝની ટીમને જરા પણ હળવાશથી નહી લે ભારતીય ટીમ. વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં અન્ય ટીમોના સમીકરણો બદલવાની ક્ષમતા ધરાવે છે. ત્યારે ભારતીય ટીમે આ મેચને પણ મહત્વ આપવું પડશે.
ભારતે વર્લ્ડ કપમાં કુલ 5માંથી 4 મેચ જીતી છે અને એક મેચ વરસાદના કારણે રદ્દ થઇ હતી. જ્યારે 6માંથી 1 મેચ જીતેલી વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગુરૂવારે માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાશે. પાકિસ્તાન સામેની વન ડેમાં માત્ર ત્રણ ઓવર ફેંક્યા બાદ પગના સ્નાયુ ખેંચાઈ જવાના કારણે બહાર થઈ ગયેલા ભુવનેશ્વર કુમારના સ્થાને ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે મોહમ્મદ શમીને સમાવ્યો હતો. મેચમાં તેણે હેટ્રિક લેવાની સાથે ચાર વિકેટ લીધી હતી.
ભુવનેશ્વર કુમાર ફિટ, પણ ટીમમાં રમશે...?
ભુવનેશ્વર કુમાર હાલ ફિટ થઈ ગયો છે અને તેણે નેટમાં પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. આ અંગે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સામે ભુવનેશ્વર કુમાર કે મોહમ્મદ શમી કોની પસંદગી કરશો ? તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેનો સચિને પણ સચોટ જવાબ આપ્યો હતો.
ભુવનેશ્વરને લઇને સચિને આપ્યો જવાબ
સચિન તેંડુલકરે કહ્યું કે, જો ભુવનેશ્વર ફિટ હોય તો હું ચોક્કસ તેની પસંદગી કરું. કારણકે તેની પાસે બોલને સ્વિંગ કરાવવાની ક્ષમતા છે. તે વેસ્ટ ઈન્ડિઝના ટોપ ઓર્ડરને સ્વિંગ દ્વારા મુશ્કેલીમાં મુકી શકે છે.
આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?
ભારતની સંભવતી પ્લેઇંગ XI
વિરાટ કોહલી (સુકાની), લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિજય શંકર, ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ.
વેસ્ટ ઇન્ડિઝની પ્લેઇંગ XI
ક્રિસ ગેલ, જેસન હોલ્ડર, એવિન લુઈસ, ડેરેન બ્રાવો, કાર્લોસ બ્રેથવેટ, નિકોલસ પૂરન, શાઈ હોપ, ઓશાને થોમસ, શેલ્ડન કોટરેલ, શેનન ગ્રેબિએલ અને એશ્લે નર્સ.
Egoના કારણે વર્લ્ડ કપના સેમીફાઈનલમાં મળી હારઃ વિરાટ કોહલી
Nov 28, 2019, 16:16 ISTઅમ્પાયર કુમાર ધર્મસેનાના નિર્ણયનો આઇસીસીએ કર્યો બચાવ
Jul 29, 2019, 10:34 ISTઆ દિગ્ગજે ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે આપી અરજી
Jul 27, 2019, 18:00 ISTપૉઇન્ટ ટેબલને આધારે ટાઈ ફાઇનલમાં ચૅમ્પિયન નક્કી કરવો જોઈએ : ઇયાન ચૅપલ
Jul 22, 2019, 10:52 IST