સચિને અર્જુન તેન્ડુલકરને આપ્યો ગુરુમંત્ર: સફળતાનો કોઈ જ શૉર્ટકટ નહીં

Updated: 28th May, 2019 22:15 IST | મુંબઇ

ક્રિકેટના ભગવાનના નામે જાણીતા સચિન તેન્ડુલકરે પોતાના દીકરા અર્જુનને અનમોલ સલાહ આપી છે જે તેના સ્વર્ગવાસી પિતાએ આપી હતી.

સચિન અને અર્જુન તેન્ડુલકર
સચિન અને અર્જુન તેન્ડુલકર

ક્રિકેટના ભગવાનના નામે જાણીતા સચિન તેન્ડુલકરે પોતાના દીકરા અર્જુનને અનમોલ સલાહ આપી છે જે તેના સ્વર્ગવાસી પિતાએ આપી હતી. ક્રિકેટના મેદાનમાં લેફ્ટ આર્મ પેસર અને બૅટ્સમૅન તરીકેની છાપ છોડવા માટે અર્જુન તેન્ડુલકરને સચિને જણાવ્યું છે કે સફળતાનો કોઈ જ શૉર્ટકટ નથી હોતો. આ વાત સચિનને તેમના પિતા રમેશ તેન્ડુલકરે જણાવી હતી.

હાલમાં જ બૅટ અને બૉલથી ટી૨૦ મુંબઈ લીગ ૨૦૧૯માં સારું પ્રદર્શન કરનારા અર્જુનને આકાશ ટાઇગર્સ મુંબઈ વેસ્ટર્ન સબર્બે ૫ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમી ફાઇનલ મૅચમાં આકાશ ટાઇગર ટીમ હારીને સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. આ લીગનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર સચિન તેન્ડુલકર છે. આ ટુર્નામેન્ટની બીજી સીઝન હતી જેને નૉર્થ મુંબઈ પૅન્થર્સે પોતાના નામે કરી.

આ પણ વાંચો : સનથ જયસૂર્યાની મોતની ખબર સોશિયલ મીડિયા પર વાયરલ

સચિન તેન્ડુલકરને જ્યારે એ પૂછવામાં આવ્યું કે તેઓ પોતાના દીકરાને દબાવ હૅન્ડલ કરવા માટે શું સલાહ આપશે? તો સચિને કહ્યું કે ‘તે પેશનેટ છે અને હું તેને કોઈ પણ ચીજ માટે ફોર્સ નહીં કરું. મેં ક્યારેય તેને ક્રિકેટ રમવા માટે દબાણ નથી કર્યું. જે મારા પિતાએ મને કહ્યું હતું, હું ઠીક એ રીતે તેની પાસે કરું છું. તમારે ઘણી જ મહેનત કરવી પડશે ત્યારે જ એની સફળતા મળશે.’

First Published: 28th May, 2019 12:00 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK