વર્લ્ડ કપમાં વૉર્નર, રાશિદ અને જોફ્રા આર્ચર ધૂમ મચાવશે: સચિન તેન્ડુલકર

નવી દિલ્હી | Jun 01, 2019, 10:23 IST

મહાન બૅટ્સમૅન અને ક્રિકેટના ગુરુમાં જેમનું નામ લેવાય એવા ભારતના ખેલાડી સચિન તેન્ડુલકરનું માનવું છે કે આઇસીસી વર્લ્ડ કપ-૨૦૧૯માં ડેવિડ વૉર્નર, રાશિદ ખાન અને જોફ્રા આર્ચર ધૂમ મચાવવાના છે.

વર્લ્ડ કપમાં વૉર્નર, રાશિદ અને જોફ્રા આર્ચર ધૂમ મચાવશે: સચિન તેન્ડુલકર
સચિન તેન્ડુલકર

મહાન બૅટ્સમૅન અને ક્રિકેટના ગુરુમાં જેમનું નામ લેવાય એવા ભારતના ખેલાડી સચિન તેન્ડુલકરનું માનવું છે કે આઇસીસી વર્લ્ડ કપ-૨૦૧૯માં ડેવિડ વૉર્નર, રાશિદ ખાન અને જોફ્રા આર્ચર ધૂમ મચાવવાના છે. આ ત્રણ ખેલાડીનાં પ્રદર્શન પર ધ્યાન રાખશું, કારણ કે તેઓે મૅચને બદલવાની તાકાત ધરાવે છે.’ તેન્ડુલકરે સ્ટાર સ્ર્પોટ્સ પર કૉમેન્ટરીમાં ડેબ્યુ બાદ આ વાત કરતાં કહ્યું કે ‘મને લાગે છે કે રાશિદ આ ટુર્નામેન્ટમાં ઊથલપાથલ કરવામાં વધારે ભૂમિકા ભજવશે.’ સચિને કહ્યું કે ‘પોતે ઇચ્છે છે કે આ વખતે રાશિદ ડીપ મિડ વિકેટ ક્ષેત્રરક્ષકો સાથે બૅટ્સમેનોને પડકાર ફેંકે. મારું કહેવું છે કે તે ટેસ્ટ-મૅચની જેમ જ રમે.’

વૉર્નર વિશે વાત કરતાં સચિને જણાવ્યું કે ‘આઇપીએલ દરમ્યાન વૉર્નરનું શાનદાર પ્રદર્શન એક મહત્વની ભૂમિકા ભજવશે. મેં તેને આઇપીએલમાં જોયો છે ત્યાં તેને સારી છાપ છોડી છે. તે હંમેશાં ફીટ જ રહે છે છતાં આઇપીએલમાં તેની ફિટનેશ એનાથી પણ વધારે ગજબ હતી.

આ પણ વાંચો : સશક્ત ન્યુ ઝીલૅન્ડ સામે આજે મુકાબલો કરી શકશે શ્રીલંકા?

જોફ્રા આર્ચર વિશે સચિને જણાવ્યું કે ‘હું ઇંગ્લૅન્ડ માટે આર્ચરને બોલિંગ કરતો જોવા માગું છું, કારણ કે રોમાંચક મૅચમાં તેની બોલિંગ મહત્વપૂર્ણ સાબિત થશે. તમારે વિકેટ લેવા માટે આર્ચરની જરૂર પડશે.’ સેમી ફાઇનલ માટે પણ સચિને ચાર ટીમોની પસંદગી કરી હતી. તેમણે પહેલા ભારતની ટીમનું નામ લીધું હતું. બીજું નામ ઇંગ્લૅન્ડનું પછી ઑસ્ટ્રેલિયા અને ચોથું નામ ન્યુ ઝીલૅન્ડનું આપ્યું હતું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK